મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહેસાણા જિલ્લાના ગામડાઓમાં થી ઈકો ગાડી ના સાઇલેન્સર ચોરી કરતી ગેંગના સાગરીતોને બાતમીના આધારે પકડી પાડવામા આવ્યા હતા

ચેતન પટેલ મહેસાણા


મહેસાણા જિલ્લાના ગામડાઓમાંથી ઇકો ગાડી ના સાઈલેનસર ચોરી કરતી ગેંગના સાગરીતોને બાતમીના આધારે રીડ્ઝ ગાડી તથા ચોરી કરેલ સાઇલેન્સર મળી ફુલ ત્રણ લાખથી વધુ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ સિવાય ના અનેક ગુનાઓના ભેદ પણ ઉકેલવામા આવ્યો હતો આમાંથી બે ગુનેહગાર તો મહેસાણા જિલ્લા મા ઢોર ચોરીઓના ગુન્હાઓમાં પણ પકડાયેલા છે
તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ની અંદર ઇકો ગાડી ના સાઇલેન્સર ના ચોરીઓના અનેક બનાવો રજીસ્ટર થયેલ હતા જે ગુન્હાઓમા ચોરી કરતી ગેંગ રાત્રિ દરમિયાન જાહેર માર્ગની નજીક પાર્ક કરવામા આવતી ઈકો ગાડીઓને ટાર્ગેટ કરી ઈકો ગાડીઓના સાઇલેનસર ચોરી કરતી ગેંગ ને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જે પી રાવ દ્વારા આ સાગરિતોને પકડી પાડવા માટે રાત્રી દરમિયાન એલસીબી ટીમોને અલગ અલગ પોઇન્ટો આપી બહારના જિલ્લાઓમાંથી આવતા વાહનો તથા શકમંદ ઈસમોને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગઈ રાતના પી.એસ.આઇ એચ એલ જોશી તથા એલસીબી સ્ટાફ સાથે ભાસળિયા ચોકડી હાઇવે રોડ ઉપર નાકાબંધી માં હાજર હતા તે દરમિયાન એલસીબી સ્ટાફ ના એએસઆઇ કેસરસિંહ તથા સાબીરખાન પીસી મહેશભાઈને મળેલ સંયુક્ત બાંધવી ના આધારે ત્રણ ઇસમોને રિટ્ઝ ગાડી નંબર GJ. 27.C.0937 કિંમત રૂપિયા 3, 00,000 લાખ ECO ગાડીના ચોરી કરેલ સાઇલેનસર નંગ ચાર કિંમત રૂપિયા 60000 મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા 10,000 / તથા રોકડા રૂપિયા 1750 તેમજ લોખંડનુ ખોલવાનું પાનું નંગ ૧ 17 નું પાનું તેમ મરી કુલ રકમ ₹3,71,800 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા
જેમાં આ ચોરીઓમાં સંડોવાયેલા આરોપી (૧)નાઝીમ ઉર્ફે સેકુ મહમદયામીન મહમદસાબુદીન કુરેશી (અમદાવાદ)
(૨) મોસીન મુનીરખાન ગુલાબનબી પઠાણ (અમદાવાદ )
(૩) શબ્બીર ઉર્ફે સાહિલ અહેમદ જામા ભાઈ ( અમદાવાદ)
જે જેઓને પકડ્યા હતા આ સાઇલેન્સર વેચીને એક સાઇલેન્સર ના 10000 રૂપિયા કમાતા હતા અને આસિફ જાડિયા તથા નિશાન છોટે મિયા કુરેશીને આ સાઇલેશન વેચતા હતા જેમને પકડવા માટે પણ તાજવીજ હાથ ધરવામાં આવી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *