મહેસાણા દેદિયાસણ ખાતે આવેલ આર જે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા અંગ્રેજી મીડીયમ અને ગુજરાતી મીડીયમ ના એન્યુઅલ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું

મહેસાણા-ચેતન પટેલ
મહેસાણા દેદિયાસણ ખાતે આવેલ આર જે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા અંગ્રેજી મીડીયમ અને ગુજરાતી મીડીયમ ના એન્યુઅલ ફંકશન નું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શનિવાર અને રવિવાર એમ બે દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આઈ પી એસ અધિકારી અચલ ત્યાગી .અંકિતા ત્યાગી મેડમ ઇન્કમટેક્સ એડીશનલ કમિશનર તેમજ એચ એન જી યુ ના ફાર્મસી ના ભીષ્મપિતા તરીકે જાણીતા માધુભાઈ એમ પટેલ હાજર રહ્યા હતા સ્કૂલના સમગ્ર ટ્રસ્ટીગન તેમજ બંને આચાર્યશ્રીઓ તેમજ સ્કૂલ ના શિક્ષકો .વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ અને પણ હાજર રહ્યા હતા. આ બે દિવસ ના કાર્યક્રમમાં 40 ઇવેન્ટ રાખવામાં આવી હતી
આ એન્યુઅલ ફંકશન ના મુખ્ય મહેમાન જે એચ એન જી યુ ફામૅસી ના ભીષ્મ પિતા તરીકે જાણીતા છે તેમને આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામા આવ્યુ હતું અને સ્કૂલના ના ૬૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓના વિવિધ કાર્યક્રમો દ્વારા સામાજિક અને પર્યાવરણને લગતા વિવિધ સંદેશો આપવાનો અર્થાગ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને પ્રોગ્રામની અંતે રાષ્ટ્રગીત ગાઈ ને આ પ્રોગ્રામને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *