હોકી જુનિયર વેસ્ટ ઝોન ચેમ્પિયન ૨૦૨૩ માટે અરવલ્લીના ખેલાડીઓની પસંદગી થઈ

પસંદ થયેલ ખેલાડીઓ છત્તીસગઢ મુકામે ભાગ લેશે

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

હોકી ઇન્ડિયન જુનિયર વેસ્ટ બોયઝ ચેમ્પિયનશિપ ૨૦૨૩ માટે હોકી ગુજરાતની ટીમમાં હોકીના અરવલ્લી જિલ્લાના પાંચ ખેલાડીઓની પસંદગી થઈ છે. ખેલાડીઓમાં જય પટેલ, જયમીન રાઠવા, રોહન તોલાની, અજય ભીલ, નિકુંજ સાલવી આ પાંચે ખેલાડીઓ છત્તીસગઢ મુકામે ભાગ લેશે. ઉપરાંત ઇન્ડિયા જુનિયર ગર્લ્સ વેસ્ટ ઝોન ચેમ્પિયન શીપ ૨૦૨૩ માટે પણ હોકી ગુજરાતની ટીમમાંથી અરવલ્લી જિલ્લાની ખેલાડીઓમાં પસંદગી થઈ છે. જેમાં સાક્ષીસિંગ, કોમલ રાઠવા આ બે ખેલાડીઓ પણ છત્તીસગઢ મુકામે ભાગ લેશે. આ બોયઝ અને ગર્લ્સ ખેલાડીઓની પસંદગી બદલ હોકી અરવલ્લી એસોસિએશનના તમામ સભ્ય અભિનંદન પાઠવ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *