



ચાલો બધા ભેગા મળીને ફરી એક વાર જુની યાદો અને મસ્તીને યાદ કરીએ”
જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ ક્લેર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક ડોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૧-૦૩-૨૦૨૩ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રી-યુનિયનનું આયોજન કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યુ હતુ. મુખ્ય મહેમાન તરીકે જીવન જયોત ટ્રસ્ટ,અમરોલીના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ, માનદ્ મંત્રી અશ્વિનભાઇ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિ,ટીના કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડા, કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણી તેમજ કોલેજના તમામ શૈક્ષણિક અને વહિવટી સભ્યો તથા કોલેજના ભૂતપૂર્વ અધ્યાપકો હાજર રહયા હતા. આ આયોજનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૩ સુધીના વિદ્યાર્થીઓને આમંત્રીત કરવામાં આવ્યા હતા. જે પૈડી ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. આ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ સિધ્ધી પ્રાપ્ત કરનાર જેવા કે સરકારી કચેરીમાં ઉચ્ચ હાદો, સી.એ.નામાંક્તિ મોટી કંપનીઓ તથા બેંક માં ફરજ બજાવતા, પોલીસ ખાતામાં ફરજ બજાવતા, જજ જેવી ઉચ્ચ પદ પર, સ્પર્ધાતમક પરીક્ષાઓમાં અગ્રેસર, શૈક્ષણિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, યોગક્ષેત્રે અગ્રણી વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રી-યુનિયન કારોબારીની રચના કરી હતી. રી- યુનિયન કારોબારીના હોદ્દેદારો તરીકે શ્રી ભાવેશભાઇ વધાસીયા, શ્રી ભાવેશભાઇ ઘેલાણી તેમજ શ્રી વિશાલભાઇ વધાસીયા તથા અન્ય કારોબારી સભ્યો કાર્યરત રહેશે. આ રી-યુનિયન કારોબારીની રચના કરવાનો મુખ્ય ઉદ્દેશ દર મહિને એકવાર અલગ અલગ હેતુ થી ભેગા થવાનુ જેના થકી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સામજીક,શૈક્ષણિક અને આર્થિક રીતે મદદ કરી શકાય. સમગ્ર કાર્યક્રમ ચાલો બધા ભેગા મળીને ફરી એક વાર જૂની યાદો અને મસ્તીને યાદ કરીએ” ટેગ લાઇન હેઠળ વિદ્યાર્થીઓ ધ્વારા, વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ. અંતે બધા ભેગા મળી સરિચ ભોજન લઇ કાર્યક્રમનું સમાપન થયું હતું.