
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના નૌગામા ગામે ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને લુપીન હ્યુમન વેલ્ફર એન્ડ રીસર્ચ ફાઉન્ડેસન ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી.હતી જેમાં નૌગામા અને સામોર ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી .આ કાર્યક્રમ માં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરબેન સાંવત અને સેજલ પ્રજાપતિ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫, વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય, વૃધ્ધ સહાય વિશે જાણકારી પૂરી પાડવામાં આવી. આ કાર્યક્રમાં લુપીન ફાઉન્ડેસન ના સીએસઆર હેડ લક્ષ્મણ કોશે , કાજલ પટેલ, ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રોજેક્ટ ઓફિસર જીગીશા ઝાલા, નિકુંજ મહેતા, તારલીકા રાઠોડ, દીપ્તિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.