અંકલેશ્વર ની સરદાર પટેલ પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ એ જીઆઇડીસી પોલીસ મથક ની મુલાકાત લીધી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સરદાર પટેલ પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ એ જીઆઇડીસી પોલીસ મથક ની મુલાકાત લઇ . પોલીસ ની કામગીરી તેમજ પોલીસ સ્ટેશન ના વિવિધ વિભાગો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસી ની સરદાર પટેલ પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ ને પોલીસ મથક અંગે માહિતગાર કરવા માટે વિદ્યાર્થીઓ એ જીઆઇડીસી પોલીસ મથકની મુલાકાત લીધી હતી જેમાં પોલીસ મથક ના પોલીસ અધિકારી, લોકઅપ , પાસપોર્ટ, ક્રાઈમ શાખા સહીત અન્ય વિવિધ કામગીરી ની જ્વાબદારીઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ સરદાર પટેલ પ્રાથમિક શાળા સ્કૂલ નો સ્ટાફ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *