ડાંગ જિલ્લામા 100 દિવસના લક્ષ્યાંક અંગેની કામગીરી અંગેની સમિક્ષા બેઠક યોજાઇ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને, 100 દિવસના લક્ષ્યાંક અંગેની કામગીરી બાબતે સમિક્ષા બેઠક યોજવામા આવી હતી.

આ બેઠકમા જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ દ્વારા વર્ષ દર્મયાન સરકારના દરેક વિભાગ દ્વારા નિર્ધારીત કરેલ કામો તાત્કાલિક સમય મર્યાદામા પુર્ણ કરવા તાકીદ સુચનો કર્યા હતા.

સમિક્ષા બેઠકની કામગીરી અધિક નિવાસી કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિત દ્વારા કરવામા આવી હતી. આ બેઠકમા પ્રાંત અધિકારી શ્રી આર.ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી સહીત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *