રાનકુવા હાઇસ્કુલમાં વિશ્વ “પાય( π ) ડે “અને “આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ “ઉજવાયો

રિપોર્ટ, મયુર પટેલ

સેલ્ફી પોઇન્ટ અને રંગોળીએ વધારે આકર્ષણ જમાવ્યું. ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને પાઈનું જીવનમાં અને અભ્યાસમાં મહત્વ સમજાયું

14 માર્ચ વિશ્વ π દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે ત્યારે 14 માર્ચનો દિવસ બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા હાઇસ્કૂલના આચાર્યશ્રી સંજય સિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ગણિત વિષયના શિક્ષકો વૈશાલીબેન નાયક અને જીજ્ઞાશાબેન પટેલ  દ્વારા વિવિધ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ માટે ખાસ દિવસ બનાવ્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જન્મદિવસને પાઈ(π) દિવસ તરીકે ઉજવાય છે .શાળા દ્વારા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જીવનની ટૂંકી ઝરમર રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શાળાના ગણિત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે પાઈ ને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સેલ્ફી પોઇન્ટ, π ને લગતી સર્જનાત્મક પ્રવૃત્તિ, ચાર્ટ, પ્રોજેક્ટ ,ડ્રોઈંગ ,મોડેલ, πની કિંમત મેળવવાની પ્રેક્ટીકલ પ્રવૃત્તિ, π વર્ડ ચેલેન્જ માઈન્ડ ગેમ, જ્ઞાન સાથે ગમ્મત અને કોયડા ઉકેલની મદદથી આંતરરાષ્ટ્રીય ગણિત દિવસે ગણિત સાથે ગમ્મતથી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ધી ખારેલ એજ્યુકેશન, ધી નાયક ચેરીટેબલ ટ્રસ્ટ, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, અગત્સ્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંચાલિત ઊર્મિ સાયન્સ સેન્ટર ખારેલ ખાતેથી હિરલ પટેલ તથા ભાવિની  લાડ  આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ધોરણ 9A ની વિદ્યાર્થીની શ્રેયા પટેલે દરેક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. શાળામાં ધોરણ 10 નું બોર્ડનું કેન્દ્ર હોવા છતાં કર્મનિષ્ઠ શિક્ષકો બપોરે 1:30 થી 5:00 વાગ્યા સુધી 9 અને 11 ના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *