
સ્વચ્છતા અંગે લોકોમાં લોકજાગૃતી કેળવાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા ૫૦ ટીપરવાનને ફલેગ ઓફ આપવાના કાર્યક્રમમાં ટીપરવાનને પ્રસ્થાન કરાવી ફ્લેગઓફ આપતા ઉદય કાનગડ
વિધાનસભા ૬૮, રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્ય ઉદય કાનગડની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તા.૨૦ માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ’ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું. ત્યારે ભારત દેશને ‘સોને કી ચીડીયા’ ની ઉપમા આપવામાં આવે છે ત્યારે ચકલી એટલે નાના બાળકોનું મનગમતું પક્ષી,બાળપણની યાદ તાજા કરતું આ નિર્દોષ પક્ષી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઈ છે. ત્યારે આવનારી પેઢી માત્ર તસવીરમાં જ નહી પરંતુ પોતાના ઘરના આંગણે ચકલીની ‘ચી ચી’ સાંભળી શકે તેવા શુભ આશયથી ચકલીને લુપ્ત થતી બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા ચકલીઓના માળા અને પીવાના પાણી માટે કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડ, વિધાનસભા ૬૯ના ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, વિધાનસભા ૭૦ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેરના મેયર ડો. પ્રદિપભાઈ ડવ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ થવા,
શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ મેયર જનકભાઈ કોટક, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, નયનાબેન પેઢડીયા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ શહેરમાં ડોર ટૂ ડોર કચરો એકત્રીત કરતી ટીપ૨વાન ધ્વારા શહેર વધુ સ્વચ્છ બને અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ ને વધુ વેગ મળે અને સ્વચ્છતા અંગે લોકોમાં લોકજાગૃતી કેળવાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા ૫૦ ટીપ૨વાનને ફલેગ ઓફ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, વિધાનસભા ૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડ, વિધાનસભા–૬૯ના ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, વિધાનસભા—૭૦ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેરના મેયર ડો. પ્રદિપભાઈ ડવ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે વિધાનસભા–૬૮, રાજકોટ(પુર્વ) ના ધારાસભ્ય ઉદય કાનગડએ રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા યોજાયેલ વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી ચકલીના માળા અને પીવાના પાણીના કુંડા વિતરણ તેમજ ટીપરવાનને પ્રસ્થાન કરાવી ફલેગ ઓફ આપેલ હતો.