

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતી છે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ લાઈન મારફતે ઠલવાઇ રહ્યો છે જીલ્લાના માર્ગો પરથી દારૂની લાઈનો ચાલતી હોવાની ચર્ચાને સ્ટેટ મોનેટરીંગ સેલે મહોર લગાવતા સ્ટેટ મોનેટરીંગ સેલે મોડાસા-શામળાજી રોડ પરથી વિદેશી દારૂ વિવિધ વાહનો મારફતે ઠાલવવામાં આવતો હોવાની બાતમી મળતા ધામા નાખ્યા હતા શામળાજી તરફથી દારૂ ભરેલી કારને ઝડપી પાડવા સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે પીછો કરતા બુટલેગરને ગંધ આવી જતા મોડાસા નજીક સ્ટેટ વિજિલન્સનના વાહનને ફિલ્મી સ્ટાઈલમાં ટક્કર મારતા મહિલા પીઆઈ અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થતા બુટલેગરો દારૂ ભરેલી કાર મૂકી ભાગતા પીછો કરી દબોચી લીધા હતા
સ્ટેટ મોનેટરીંગ સેલના મહિલા પીઆઇ એન.એચ.કુંભાર અને તેમની ટીમે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની આંખ નીચે મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી વિવિધ વાહનો મારફતે થતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ખાનગી વાહનો મારફતે જીલ્લાના માર્ગો પર પેટ્રોલિંગ હાથધરી શામળાજી-મોડાસા રોડ પર વોચ ગોઠવી હતી રવિવારે વહેલી સવારે કારમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી તરફથી દારૂ ભરેલી કારનો પીછો કરતા ચબરાક બુટલેગરોને જાણ થતા મોડાસા જીલ્લા સેવાસદન નજીક બુટલેગરને અટકાવવા જતા બુટલેગરે દારૂ ભરેલી કાર સ્ટેટ મોનેટરીંગ સેલના ખાનગી વાહનને ટક્કર મારી ફરાર થવા જતા બંને વાહન ખોટકાઈ ગયા હતા સ્ટેટ મોનેટરીંગ સેલના મહિલા પીઆઈ અને પોલીસકર્મીઓ લોહીલુહાણ થતા બુટલેગરો કારમાંથી ઉતરી દોટ લગાવી હતી ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા મહિલા પીઆઈ અને તેમની ટીમે બુટલેગરો ભાગતા જોવા મળતા લોહી નીતરતી હાલતમાં મહિલા પીઆઈ અને તેમની ટીમે બંને બુટલેગરોનો પીછો કરી ઝડપી લીધા હતા સવારે જિલ્લા સેવાસદન નજીક ફિલ્મનું શુટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ટાઉન પોલીસને જાણ કરતા દોડી આવી હતી ઈજાગ્રસ્ત મહિલા પીઆઈ અને પોલીસકર્મીઓને સારવાર અર્થે દવાખાને ખસેડી પોલીસે દારૂ ભરેલ કાર ટાઉન પોલીસ સ્ટેશન ખસેડી મોનેટરીંગ સેલની ફરિયાદ નો તજવીજ હાથધરી હતી કારમાં થી 40 જેટલી વિદેશી દારૂ ની પેટી સહિત કુલ 7 લાખ થી વધુ કિંમત નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને રાજસ્થાન ના કૌશલ અશારી અને મહેશ ડોડીયા નામના બુટલેગર ની ધરપકડ કડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.