
નીલ વ્રીતીકા છેલ્લા 4 થી 5 વર્ષ થી પાણી પર સંશોધનો અને પ્રોજેક્ટ બનાવે છે.ગ્રાઉન્ડ લેવલ પર વર્ક કરે છે. તેની માન્યતા મુજબ સામાન્યતઃ આપણા દેશ માં અને રાજ્ય માં માણસો માને છે કે પાણી જમીન માંથી આવે છે. પણ તે સંપૂર્ણ સાચુ નથી. પાણી વરસાદ રૂપે આવે છે. તેનો જમીન માં સંચય થાય છે. અને પછી તેનો ઉપયોગ બોરવેલ, કુવા, ચેકડેમ , ડેમ, તળાવ વગેરે માંથી કરાય છે. ભારત માં જે વરસાદ પડે છે. તેમાંથી 60 થી 70% રેઈન વોટર વેસ્ટેજ થઇ સમુદ્ર માં, રણ માં અને ગટરો માં વહી જાય છે. મારો અને મારી સિસ્ટર વ્રીતીકા નો સંકલ્પ છે કે આ 60 થી 70% રેન વોટર વેસ્ટેજ જાય છે. તેને સંચય કરાવીએ.આ માટે તેઓ ઘણા સમય થી સ્કૂલો, સભાઓ, જાહેર પ્રોગ્રામ્સ વગેરે માં જઈ લોકો ને રેઈન વોટર હાર્વેસ્ટિંગ વિશે સમજાવે છે. નીલ વ્રીતીકા ના એક સર્વેક્ષણ મુજબ જો કોઈ મકાન 120 વાર માં છે તેમાં રફલી રેઈનવોટર હાર્વેસ્ટિંગ થાય તો 1ઈચ વરસાદે 4000 થી 5000 લિટર પાણી જમીન માં ઉતરે .
water pollution :- આપણા દેશના સ્વીટ વોટર એટલે કે સમુદ્ર સિવાયના પાણી મેઈન સ્ટ્રીમ નદી ,તળાવો 46% પોલ્યૂશન છે. જેમાં ગટરો , પ્લાસ્ટિક ના કચરા ઓ અને અશુદ્ધિઓ છે. આપણે નદીને લોકમાતા કહિએ છીએ પણ કોઈ કહી શકે છે કે કઈ નદીઓ નું પાણી આપણે સીધું પી શકીએ ? ફક્ત ગંગા ,જમુના, જ નહિ દરેક શહેર ગામડાની નદીઓ માં એટલું પોલ્યૂશન છે કે સીધું પાણી પી જ ના શકીએ.
અમારા એક સૅવે મુજબ 2030 માં ભારત ની વસ્તી 150 કરોડ હશે. અને પાણી ના તળ એવરેજ 2500 થી 3000 ફૂટે ચાલ્યા જશે.જે ખુબ ભય જનક પરિસ્થિતિ હશે.માણસો ને બહુ તળ ના પાણી પીવાથી પથરી , ચામડી ના દર્દો, પેટ ના રોગો જેવી વિવિધ સમસ્યા ઓ ઉભી થશે
solution :- ‘વોટર સેવિંગ પ્રોજેક્ટ ‘ શું છે?
- મકાન ના રૂફ પરથી વરસાદી પાણી નો સંગ્રહ
- ફેક્ટરી ના મોટા મોટા છાપરા પરથી પાણી નો સંગ્રહ ( મેટોડા માં અદિતિ ટોય્ઝ , બાલાજી etc.)
-અનેરી વજાણી અનુપમાં ફેમ (મુકુ), ખતરો કે ખેલાડી, બાગીન (upcoing) સિરિયલ વગેરે થી ઘર ઘર માં જાણીતા બનેલ છે. તેમણે ‘save water save life’ પર કામ કરતા નીલ વ્રીતીકા ને પ્રોત્સાહિત કર્યા છે. તેમના બીઝી સેડયુઅલ માંથી સમય કાઢી ને પણ ગ્લોબલ વોર્મિંગ માટે તેઓ વિચારે છે.
shortage of water :- આફ્રિકા ના ઘણા દેશોમાં ભૂગર્ભો માં જળ હોવા છતાં મિસ મેનેજમેન્ટ હિસાબે પાણી ની અછત છે.
આને અનુલક્ષી ને તારીખ 19/03/2023 ના રોજ ‘રઘુવંશી ફ્રેંડ્સ લેડીસ ક્લબ’ આયોજિત એક સરસ મજાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ. ‘વર્ડ વોટર ડે’ ની ઉજવણી ના આ કાર્યક્રમ માં છેલ્લા ઘણા વર્ષો થી ‘પાણી બચાવો અભિયાન ‘ ચલાવતા બાળ વૈજ્ઞાનિકો નીલ અને વ્રીતીકા નું સન્માન અને સ્પીચ રાખવામાં આવ્યુ . કાર્યક્રમ માં મહેક બ્યુટીપાર્લર પર્ફોમન્સ ગોઠવવા માં આવ્યુ . સ્વસ્તિક મમરા અને ચીકી અને અક્ષરમ સીંગતેલ નો પણ ખુબજ સપોર્ટ મળ્યો . ‘પાણી બચાવો ‘ પર અનેક વિચારો રજુ કરવામાં આવ્યા . કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી દર્શિતા બેન શાહ અને રમેશભાઈ ટીલાળા ની હાજરી સૂચક રહી. એને પણ ખુબ સહકાર દાખવ્યો . સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ‘રઘુવંશી ફ્રેંડ્સ ક્લબ ‘પ્રસિડેન્ટ જાગૃતિ બેન દ્વારા કરવામાં આવ્યુ.આ વર્ષે નીલ વ્રીતીકાએ સ્પેશ્યલ કુંડા ની ડિઝાઇન તૈયાર કરી છે જેમાં ઘણા હસ્તકલા કરતા લોકો ને રોજીરોટી પણ મળે તેવું છે, અને તેમાં વાવેલા છોડ ને 12 દિવસ સુધી પાણી ન આપોતો પણ સુકાય નહિ તેવું આયોજન છે. આપણે ધરતી માતાની બેહદ લૂંટ કરી તેના પરિણામે તોફાન સુનામી, ગરમી અને અકુદરતી વરસાદ પડે છે .તો હજુ મોડું નથી થયું ,રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને વધુ માં વધુ વૃક્ષ વાવીએ .એવો બાળકો મૅસેજ આપે છે .