
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મુખ્ય મથક આહવા ખાતે પ્રાચીન પુરાણીક જાગ્રત દેવતા દંડકારણ્ય મહાદેવ મંદિર સંકુલમાં તા. ૨૨- ૦૩- ૨૩ ના રોજ આરંભ થતા ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આહવા નગરના સરપંચશ્રી હરીચંદભાઇ ભોયે, મંદિરના ટ્રસ્ટીગણ, સ્વયંસેવકો તેમજ ગ્રામજનોના સહયોગથી દેવીભાગવતના વકતાશ્રી જયભાઇ જોષી (ખેરગામવાળા) ના સ્વમુખે સાત દિવસીય ભવ્ય દૈવી ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કથાનો સમય એક વખત રાત્રે 8-૦ થી ૧૧-૦ દરમ્યાન યોજાશે.