ડાંગ જિલ્લાના મુખ્ય આહવા ખાતે આજ રોજ હિંદુ નવ વર્ષ એટલે ગુડી પડવા ની ભવ્ય શોભયાત્રા અને સાંસ્કૃતિક કારયક્રમો સાથે ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા ખાતે સ્વ સ્વરૂપ સંપ્રદાય ડાંગ દ્વારા આહવાના નવાપુર રોડ સ્થિત હનુમાન મંદિર થી પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા યોજી હતી આ શોભાયાત્રા નો પ્રારંભ આહવા નગર ના સરપંચ હરીચંદ ભોયે અને ઉપ સરપંચ હરિરામ સાવંતે કરવ્યો હતો. શોભાયાત્રા હનુમાન મંદિર થી નીકળી આહવા મેઈન રોડ થી ફુવારા સર્કલ થઈ ને ડાંગ સેવા મંડળના ગ્રાઉન્ડ ખાતે પોંહચી જ્યાં તેનું પૂજન કરી સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

મહત્વ ગુડી પડવાનુ
ચૈત્ર સુદ એકમ એ હિંદુ નૂતન નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શોભાયાત્રા માં વિવિધ આદિવાસી સંસ્કૃતિઓ જોવા મળી હતી જેમાં ડાંગી નૃત્ય, ઠાકર્યા નૃત્ય, હોડી નૃત્ય અને ઘોડા નૃત્ય આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. સાથે સાથે નાના પર્યાવરણ લક્ષી સ્લોગન જેવા કે “જો જીવવું હોય તો પર્યાવરણ બચાવો” “પાણી વિના જીવન શુષ્ક પાણી છે તો જીવન પુષ્પ” “તમે જીવો બીજાને જીવવામાં સહાયતા કરો” આ શોભાયાત્રા માં ડાંગ ના વાસુરણા સ્ટેટ ના રાજવી ધનરાજ સિંહ સૂર્યવંશી,જિલ્લા પંચાયત ના પ્રમુખ મંગળ ગાવિત, હરીશ બચ્છાવ,યોગેશ ભોયે,સંજય વ્યવારે, વેપારી અગ્રણી ગણેશ પવાર સહિત ડાંગ જિલ્લામાંથી હજજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *