પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે સરકારની “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ” જેવી લોકકલ્યાણકારી યોજનાઓ તથા 181 હેલ્પલાઇનની માહિતી આપતી શિબિર યોજાઈ

પાલનપુર નગરપાલિકા સ્ટ્રીટલાઇટ ચેરમેન ભારતી બી. ઠાકોર દ્વારા પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે  મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી પી.આર. મોદી, તથા મહિલા પોલીસ વર્ષાબેન મેહતા, 181 હેલ્પલાઈનના જીનલબેન તથા તેમના સ્ટાફ અને આ ગામના સરપંચ શ્રીમતી નિરુબેન હર્ષવર્ધનભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં 181 હેલ્પલાઇનની ટીમના સહકારથી મહિલાઓને મળતી સુરક્ષાની જાણકારી સાથે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ” યોજના ઉપરાંત અન્ય લોકહિતની યોજનાઓની માહિતી અને નિઃશુલ્ક ફોર્મનું વિતરણ કરી દેશહિત માટે તે ફોર્મની દસ કોપી કરાવી અન્ય દસ લોકોને આપી તેમને પણ બીજા દસ દસ લોકો સુધી આ ફોર્મ નિઃશુલ્ક પહોંચાડી છેવાડાના લોકો સુધી તેમનો હક પહોંચાડવાના “અંત્યોદય”ના આ અભિયાનમાં સહકાર આપવા લોકોને જોડ્યા…સાથે જાહેર અપીલ પણ કરી કે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ” યોજના અંતર્ગત આખા ગુજરાતમાં દસ લાખ મહિલાઓ માટે 1000 કરોડનો ટાર્ગેટ, જ્યારે તેમાંથી એક લાખ મહિલાઓ માટેના આત્મનિર્ભરના આ અભિયાન થકી “અંત્યોદય” માટે 31/3/2021 સુધીમાં 100 કરોડ બનાસકાંઠામાં ડીઝબર્સ કરાવી અખંડ સ્વદેશ નવનિર્માણ વિઝન-2034 તરફ પ્રયાણનો અમારો સંકલ્પ છે. ઉપરાંત “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ” યોજના અંતર્ગત દસ લાખ મહિલાઓને 1000 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે જેનો ઉપયોગ તેઓ કોઈને કોઈ ચીજવસ્તુઓ ખરીદવા પાછળ કરશે, હવે આ ચીજવસ્તુઓ પાછળ સરકારી તિજોરીમાં માત્ર 10℅ પણ GST અને ઇન્કમટેક્ષની આવક આવે અને તેની ત્રણ સાયકલ પણ ગણીએ તો એ 300 કરોડ રૂપિયાની સરકારી આવકમાંથી બીજી અનેક જનકલ્યાણકારી યોજનાઓ જાહેર થઈ શકે છે અને તેથી જ જરૂરિયાતમંદ મહિલાઓને આ યોજનાનો જલ્દીથી લાભ મળે અને “અંત્યોદય”ના આ અભિયાન થકી અખંડ સ્વદેશ નવનિર્માણ વિઝન-2034 તરફના પ્રયાણને વેગ મળે એ જ અભ્યર્થના….

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM