અંકલેશ્વરના સારંગપુર પાસે ની લક્ષ્મણ નગર માંથી બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બની

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ની લક્ષ્મણ નગર માંથી રાત્રે પિતા ની દુકાને થી ઘરે જવા નીકળેલી બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે .

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના સારંગપુર ગામ પાસે લક્ષ્મણ નગર નજીક રોયલ કોમ્પ્લેક્સ માં રહેતા મોહમદ રાજુખાંન મોહમ્મદ સાદીકખાન લક્ષ્મણ નગર માં દુકાન ચલાવે છે ગત તા 23 માર્ચ ના રોજ તેમની દીકરી ૧૪ વર્ષની તોફાખાતુન અને ૧૩ વર્ષની રહેમતીખાતુન દુકાને હતી દરમ્યાન રાત્રી ના ૯ વાગ્યા બાદના અરસામાં ઘરે જવા નીકળી હતી .ત્યાર બાદ આ બંન્ને દીકરીઓ ઘરે પહોંચી જ ન હતી. આસપાસ રમતી હોવાના અનુમાન વચ્ચે પ્રારંભે મામલાને ગંભીરતાથી ન લેવાયો હતો. પરંતુ લાંબા સમય સુધી બંન્ને સગી બહેનો ઘરે ન પહોંચતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી. જો કે બંન્ને દીકરીઓ નો શોધખોર દરમ્યાન કોઈ પત્તો ના મળતા પરિવારજનો એ જીઆઇડીસી પોલીસ મથક માં કરવામાં આવતા જીઆઇડીસી પોલીસ પણ હરકતમાં આવ્યું હતું.. બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આજ પ્રકારે અંક્લેશ્વરમાંથી રમતા રમતા લાપતા બનેલી ૯ વર્ષની બાળકી લાપતા બન્યા બાદ તેની તપાસ CBI ને સોંપાઈ છે.ત્યારે બંન્ને સગી બહેનો લાપતા બનતા જીઆઇડીસી પોલીસે તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *