ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીનાં ચેરમેન શ્રી-મહેશભાઈ પટેલે પ્રશિક્ષણ વર્ગનું આયોજન

રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
રિપોર્ટ યુનુસ મેમણ હિંમતનગર

મોડાસા ખાતે આજ તા.25/03/2023 નાં રોજ ” વિના સંસ્કાર, નહિ સહકાર” નાં ઉદ્દેશો ને સાર્થક કરવા “સહકાર ભારતી ગુજરાત પ્રદેશ” નાં ઉપાધ્યક્ષ અને ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લીનાં ચેરમેન શ્રી-મહેશભાઈ પટેલે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરેલ જેમાં સહકાર થી સમૃદ્ધિ કાર્યક્રમ ને વેગ આપવા સરકારશ્રી ની જન હિતની સુરક્ષા વીમા યોજનાઓ તથા CSC દ્વારા થતી કામગીરી નું માર્ગદર્શન આપી સેવા સહકારી મંડળીઓ CSC ની કામગીરી કરી ગ્રામજનો ને ઉપયોગી થાય તે માટે અનુરોધ કર્યો.
વધુમા આ પ્રસંગે ધી સાબરકાંઠા જીલ્લા મઘ્યસ્થ સહકારી બેંક નાં ચેરમેન હોવાના ઉત્તર દાયિત્વ નાં ભાગ રૂપે બેન્ક દ્વારા અપનાવેલ ગૃપ પર્સનલ એક્સિડન્ટ પોલીસી હેઠળ અકસ્માતે ખેડુત સભાસદ નું મરણ થાય તો તેઓના કુટુંબના આર્થિક હિત માટે રૂ 500,000 વીમા ની રકમ 1) ધી અમલાઈ સેવા સહકારી મંડળી નાં મર્હુમ ખાતેદાર નાં વારસદાર પારૂલ બેન પટેલ,
2)ધી ભેરુંડા સેવા સહકારી મંડળી નાં મર્હુમ ખાતેદાર નાં વારસદાર ગીતાબેન પટેલ તથા 3)ધી ગઢડા સેવા સહકારી મંડળી નાં મર્હુમ ખાતેદાર નાં વારસદાર ગીતાબેન પટેલ તમામ ને રૂ 500,000/- વિમાની રકમનાં ચેક નું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, બેન્કના M.D શ્રી પંકજભાઈ પટેલ,પૂર્વ ધારસભ્ય અને બેન્કના ડિરેક્ટર શ્રી જશુભાઇ પટેલ, ડિરેક્ટર શ્રી કનુભાઈ પટેલ,ડિરેક્ટર શ્રી ગોપાલભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી નરેન્દ્રભાઇ ઉપાધ્યાય, અરવલ્લી CSC ના જિલ્લા મેનેજર શ્રી કૌશલભાઈ સોની તથા શ્રી મિહિરભાઈ પંચાલ અને અરવલ્લી જિલ્લાની સેવા સહકારી મંડળીઓના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિ રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *