
ખાસ કરીને વિદ્યાર્થીઓ માં જાગૃતિ લાવવા માટે આ આત્મ હત્યા નિવારણ કાર્યક્રમ યોજવા માં આવે છે શાળા અને કોલેજોમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવા ની સાથે સાથે આત્મ હત્યા કરનાર યુવાનો જાગૃત થાય અને પોતે ત્થા બીજાની જિંદગી બચાવે તે માટે મહાત્મા ગાંધી આત્મ હત્યા નિવારણ કાર્યક્રમ યોજવા માં આવે છે જાહેર સ્થળો એ જાગૃતિ લાવવા માટે સ્ટીકર લગાવવામાં આવે છે

ડૉ ગુલાબ ચંદ પટેલ સાહિત્ય ની સાથે સાથે સામાજિક કાર્યકર છે. તેઓ ને વ્યસન મુક્તિ અભિયાન માટે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મહાત્મા ગાંધી ઇની જન્મ ભૂમિ પર પોરબંદર ખાતે સર્કિટ હાઉસ માં સન્માનિત કરવામાં આવ્યા છે.
પોરબંદર ના રમેશ ભાઈ ઓજા આંતરરાષ્ટ્રીય કથાકાર દ્વારા સાંદીપનિ આશ્રમ માં ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકો ઇની સાથે ડૉ પટેલ ને સન્માનિત કરવામાં આવ્યા છે
કબીર સાહિત્ય અવોર્ડ સરકાર શ્રી ના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ત્થા સદ્ ગુરુ કબીર કોહિનૂર એવોર્ડ થી નવી દિલ્હી ખાતે મહંત શ્રી નાનક દાસ જી ના હસ્તે પ્રદાન કરવામાં આવેલ છે.
ડૉ પટેલ ને ભારત ભૂષણ એવોર્ડ ભારતીય રાષ્ટ્રીય સેવા સંસ્થા દ્વારા નવી દિલ્હી ખાતે પ્રદાન કરવામાં આવેલ છે અને ગુજરાત ભૂષણ એવોર્ડ ભુજ ખાતે બાલ રક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે
ડૉ પટેલ ને પાંચસો થી વધુ સન્માન પુરસ્કાર દેશ વિદેશ માં થી પ્રાપ્ત થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ પટેલ ને ઓમ શાંતિ કેન્દ્ર ના કૈલાસ દીદી દ્વારા પદ્મ ભૂષણ રાષ્ટ્ર પતિ ના હસ્તે પ્રાપ્ત થાય તેવુ સન્માન પત્ર આપી ડૉ પટેલ ના ઉત્સાહ માં ઉમેરો કર્યો છે.