


મહેસાણા બહુચરાજી સદુથલા ગામ ખાતે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સદુથલા પ્રાથમિક શાળાના 11 અગિયાર વર્ગખંડના બાંધકામનુ ખાતમુર્હુત કરવામાં આવી આ ૧૧ વગૅ ખંડ બનાવવા પાછળ એક કરોડ 35 લાખ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા આજરોજ સદુથલા ગામ ખાતે પ્રાથમિક શાળાના 11 વર્ગખંડના બાંધકામનુ ખાતમુર્હુત માં બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર દ્વારા શાળાના સંચાલકો તેમજ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ. મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ તેમજ જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારી ગૌરાંગભાઈ વ્યાસ. તા.પ્રાથમિક શિક્ષણ અધિકારી વિઠ્ઠલભાઈ ચૌધરી તેમજ ગ્રામ પંચાયત ના સરપંચ ગ્રામ પંચાયત સભ્યો તેમજ બહુચરાજી ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
રિપોર્ટર- ચેતન પટેલ મહેસાણા