
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર ધ્યાન ઘર ધર યોગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં ધ્યાન યોગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, અરવલ્લી જિલ્લાના યોગ ટ્રેનર તથા યોગી ભાઈઓ, બહેનો એ ખુબજ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ગુજરાત સરકાર જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી,યોગ પ્રત્યે જાગૃતિ તેમ જ પ્રચાર પ્રસાર અંગેનો છે. તે અંતર્ગત હર ઘર ધ્યાન ઘર ધર યોગ નું આયોજન અરવલ્લી જિલ્લામાં મોડાસા મુકામે કરવામાં આવ્યું. અને ચૈત્ર નવરાત્રી દરમ્યાન અમૃત રસ નું વિતરણ કરવામાં આવ્યું, ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી શ્રી પ્રકાશભાઈ કલાસવા, જિલ્લા યોગ કોચ શ્રી જયેન્દ્રકુમાર અમૃતલાલ મકવાણા, જિલ્લા કોઓર્ડીનેટર પાયલબેન વાળંદ, તથા રાજેશભાઈ પટેલ, નીનામા બદાજી, હિતેન્દ્રભાઈ પંચાલ, રમેશસિંહ ઝાલા, પંકજભાઈ શર્મા, લેઉઆ શકુંતલાબેન,સુનીલ ભાઈ વાળંદ તમામ યોગ કોચ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.