મોડાસા APMC માં ઘઉં ની મબલક આવક, છેલ્લા બે દિવસ માં ઘઉં ના ભાવ માં તેજી, મણે 858 સુધી ની બોલી બોલાઈ

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો એ 79 હજાર કરતા વધુ જમીન માં ઘઉં ના પાકનું વાવેતર કરેલું 300 થી વધુ ખેડૂતો આજે મોડાસા માર્કેટ યાર્ડ માં ઘઉં વેચવા પહોંચ્યા હતા જ્યાં હરાજી માં 600 થી 858 સુધી બોલી બોલાઈ ખેડૂતો ને પોષક્ષણ ભાવ મળતા ખુશી છવાઈ…….

અમિતકુમાર ઉપાધ્યાય- અરવલ્લી

     અરવલ્લી જિલ્લામાં 79 હજાર થી વધુ હેકટર જમીન માં ખેડૂતો એ ઘઉંના પાકનું વાવેતર કરેલું સારું ઉત્પાદન પણ થયું જ્યાં માવઠા બાદ 300 થી વધુ ખેડૂતો મોડાસા APMCની હરાજી માં ઘઉં વેચવા પહોંચે છે જ્યાં ઘઉં ખરીદી માં રેકોર્ડ બ્રેક ભાવ પડી રહ્યો છે કમોસમી વરસાદ પહેલા ૨૦ કિલો ના એટલે કે  મણ ના રૂ.૪૦૦ રૂપિયા થી લઇ 650 સુધી ના ભાવ હરાજી મા પડી રહ્યા હતા સતત ખેડૂતો ની માંગ હતી કે પોષક્ષમ ભાવ આપવામાં આવે ત્યાર પછી  જિલ્લામાં કમોસમી વરસાદ બાદ  ઘઉંની ખરીદીના ભાવમાં ઐતિહાસીક ઉછાડો જોવા મળી રહ્યો છે ઘઉંનો ભાવ માં ઉછાળો આવ્યો છે મોડાસા માર્કેટ યાર્ડ માં આજે 600 થી 858 સુધી નો રેકોર્ડ બ્રેક બોલી બોલાઈ છે છેલ્લા બે થી ત્રણ દિવસ માં ઘઉં ના ભાવ માં સતત વધારો થયો છે છેલ્લા બે ત્રણ દિવસ માં ઘઉં ના ભાવ માં 600 થી 858 સુધી ની બોલી બોલાઈ છે ત્યારે ભાવ સારા મળતા ખેડૂતોમાં આનંદ નો માહોલ છે...આ અંગે મોડાસા માર્કેટ ના સેક્રેટરી ને પૂછતાં તેમને એમ જણાવ્યું કે મોડાસા માર્કેટ યાર્ડ માં ઘઉં ની મબલક આવક થઈ રહી છે આજે માર્કેટ યાર્ડ માં 5 હજાર બોરી ની આવક છે માવઠા પહેલા 400 થી 600 રૂપિયા ભાવ પડતા તા પણ હાલ વરસાદ ના કારણે ખેડૂતો ના પલડે લા ઘઉં નો ભાવ થોડો ઓછો બોલાય છે પણ અને પલડ્યા વગર ના ઘઉ નો ભાવ 600 થી 858 સુધી બોલાય છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *