રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)” નો સુચારુ અને સાર્વત્રિક અમલીકરણ માટે મક્કમ નિર્ધાર

માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીના કુશળ માર્ગદર્શન હેઠળ હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને તમામ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોર્ડ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શ્રેષ્ઠ મેનેજમેન્ટ સાથે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના અનુસંધાને આજરોજ અમદાવાદના મણીનગર સ્થિત વિહારનગરમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથના પુનિત મુનિ અને શુભાંકર મુનિ તેમજ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી રહેલા ધ્રુવ મુનિ અને અર્હમ મુનિના દર્શન કરી, બોર્ડની પરીક્ષા અંગે પુચ્છા કરી, વિગતવાર સંવાદ કર્યો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના સમર્થ નેતૃત્વમાં ભારતીય જ્ઞાન પ્રણાલીને અનુરૂપ યુવાનોના ભવિષ્યને કેન્દ્રમાં રાખીને હિન્દુ ધર્મના વૈદિક સંસ્કૃતિના રક્ષણ અને જતન હેતુ દેવ ભાષા સંસ્કૃતને અજર અમર રાખવા તેમજ શિક્ષણ યાત્રાને વધુને વધુ વેગવંત બનાવવા રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)” નો સુચારુ અને સાર્વત્રિક અમલીકરણ માટે મક્કમ નિર્ધાર કર્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *