



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ના એક પ્રગતિશીલ ખેડૂતે અન્ય ખેતી ની સાથે 17 જેટલા રામફળ નું વાવેતર કર્યું છે વાવેતર બાદ ત્રણ વર્ષ બાદ રામફળ લાગતા ખેડૂતે નજીવા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે ,એક રામફળ 600 થી 700 ગ્રામ નું વજન ધરાવતું હોવાથી બજાર માં એક નંગ રામફળ ના 100 રૂપિયા થી વધુ ભાવ મળી રહ્યો છે. રામફળ આરોગ્ય માટે ફાયદાકારક હોવાથી તેની માંગ વધુ રહે છે ,
કસ્ટરડ એપલ જે ને આપણે રામફળ તરીકે ઓળખીએ છીએ .રામફળ નું કદ મોટું હોય છે અને એક નંગ રામફળ નો ભાવ પણ વધુ હોય છે ,ત્યારે અંકલેશ્વર ના પ્રગતિશીલ ખેડૂત રાહુલ વામજા એ પોતાના ખેતર માં અન્ય ખેતી ની સાથે 17 જેટલા રામફળ ના છોડ વાવ્યા હતા ,જે છોડ મોટા થતા ત્રણ વર્ષ બાદ તેના ઝાડ ઉપર રામફળ લાગવાની શરૂઆત થઇ છે ,રામફળ ની શરૂઆત ઉનાળા ની સીઝન માં થાય છે અને માર્ચ ,એપ્રિલ અને મે મહિના સુધી રામફળ જોવા મળે છે ,રાહુલ વામજા એ રામફળ ની ખેતી માં સારી માવજત કરતા રામફળ ના ઝાડ ઉપર મબલખ પ્રમાણ માં ફળ લાગ્યા છે એક ઝાડ ઉપર અંદાજિત 80 થી 100 જેટલા ફળ લાગે છે ,અને એક રામફળ 600 થી 700 ગ્રામ વજન ધરાવે છે અને એક નંગ રામફળ 100 રૂપિયા થી વધુ નો ભાવ બજાર માં મળી રહે છે સીતાફળ માં બી હોય છે પણ રામફળ માં બી હોતા નથી ,અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં ઘણા પોશાક તત્વો હોય છે ,રામફળ ની સેવન કરવા થી અનેક લાભો થાય છે રામફળ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ મદદ કરે છે રામફળ માં વિટામિન સી ,વિટામિન બી પ્રોટીન ,કેલ્શિયમ વિગેરે તત્વો હોવાથી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક ફળ છે. સાથે રામફળ નું ઝાડ પણ ઘણું ઉપયોગી છે ,રામફળ ના પાન અને થડ ની છાલ પણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે, અને રામફળ હૃદય સ્વસ્થ રહે છે ત્યારે રામફળ અનેક રીતે ફાયદા કારક ફળ રહ્યું છે ,ત્યારે અંકલેશ્વર ના ખેડૂત રાહુલ વામજા રામફળ ની ખેતી માં ઓછા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે