
રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
રિપોર્ટ યુનુસ મેમણ હિંમતનગર
આજરોજ ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ની બડોલી શાખાના આધુનીક સુવિધાસભર નવીન મકાનમાં ગૃહપ્રવેશનું લોકાપર્ણ કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાત રાજયમાં સહકારી બેંકીગક્ષેત્રે આગવું પ્રદાન કરનાર લોક હૃદયમાં ‘‘સાબરકાંઠા બેંક”ના હુલામણા નામથી સ્થાન પામેલ છે. બેંકની બડોલી શાખાના ગ્રાહકોને વધુ સુવિધાસભર સવલતો પુરી પાડવાના શુભ ઉદ્દેશથી બેંક દ્વારા તેના મકાનનું પુનઃનિમાર્ણ કરવામાં આવેલ. સદરહું નવનિર્મિત મકાનનું બેંકના યુવા અને ઉત્સાહી ચેરમેનશ્રી મહેશભાઇ એ.પટેલના વરદહસ્તે આજરોજ લોકાર્પણ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ ગયેલ.
આ પ્રસંગે બેંકના પ્રતિભાશાળી ચેરમેનશ્રીએ જણાવેલ કે બડોલી શાખાના સેવાભાવી સ્ટાફ દ્વારા નવનિર્મિત મકાનમાં ગ્રાહકોને ઉત્તમ સેવા પુરી પાડવા તેમજ વધુને વધુ ખેડૂતો,દુધ ઉત્પાદકો તથા ગ્રામ્યજનોને બેંક સાથે સાંકળવા બેંક હમેશા પ્રયત્નશીલ છે. તેમણે શાખાના કર્મચારીઓને ગ્રાહકોને ઉત્તમસેવા પુરી પાડવા જરૂરી માર્ગદર્શન પણ આપેલ.
આ પ્રસંગે બેંકના એડવાઇઝર ટુ ધી બોર્ડ શ્રી એચ.એમ.પટેલ,ચીફ એકઝીકયુટીવ શ્રી એચ.પી.નાયક, જનરલ મેનેજરશ્રી પી.જે.પટેલ અને શ્રી જી.પી.પટેલ,આસી.જન.મેનેજર શ્રી એન.વી.પટેલ અને શ્રી એ.બી. માટી તેમજ બહોળી સંખ્યામાં બડોલી ગ્રામજનો,ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.