
ભચાઉ તાલુકાનાં લુણવા-ચોપડવા રોડ કે જેની લંબાઈ અંદાજિત ૫.૦૦ કી.મી ની થાય છે અને અન્ય બીજો રોડ પાંકડસર-ગુણાતીતપુર કે જેની લંબાઈ આશરે ૫.૩ કી.મી થવા જાય છે તે રસ્તાઓનું ખાતમુહૂર્ત તા.૨૬.૦૩.૨૦૨૩ ના રોજ ગાંધીધામનાં લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી નાં હસ્તે કરવામાં આવ્યું હતું.


લુણવા-ચોપડવા રોડ જેની કામગીરી માર્ગ અને મકાન વિભાગ ભુજ હેઠળ આવે છે. આ રોડના કામમાં હયાત કોઝવેની જગ્યાએ બોક્સ કલવર્ટની કામગીરી કરવામાં આવશે જેથી કરીને વરસાદી મોસમમાં લોકોને રાહત રહેશે. આ રોડ આશરે ૨૪૪.૫૦ લાખનાં ખર્ચે નિર્માણ પામશે. બીજો રોડ પાંકડસર થી ગુણાતીતપુર લગભગ ૪.૩ કી.મી લંબાઈનો નિર્માણ પામશે. આરોડની કામગીરીમાં ૩.૭૫ મી પહોળાઈમાં માટીકામ, મેટલ, ડામર, નાળાનું કામ કોઝવે તથા રોડને લગતી અન્ય કામગીરી કરવામાં આવશે જે અંદાજિત ૨૪૧.૬૪ લાખનાં ખર્ચે નિર્માણ પામશે. બંને રોડની મંજુર થયેલી રકમ અંદાજીત ૪૮૬.૧૪ લાખ થાય છે.

આ બંને રોડના નિર્માણથી આ વિસ્તારનાં તેમજ આજુબાજુનાં પ્રજાજનોને વરસાદી મોસમમાં થતી મુશ્કેલી દૂર થશે. લોકોને આવાગમન તથા આરોગ્ય સુખાકારી નાં આકસ્મિક સમયે સુવિધામાં વધારો થશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક ઉદબોધન રોડ મંજૂર કરવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને રાજ્ય સરકાર ગામડાનાં વિકાસ માટે પણ કટિબધ્ધ છે એ બાબતે ખાતરી ઉચ્ચારી હતી. આ રોડનાં ખાતમુહૂર્ત સંતો મહંતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ-પૂજન સાથે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સંત-મહંતોની સાથે વડીલ-માર્ગ દર્શકશ્રી અરજણભાઇ રબારી, શ્રી જનકસિંહ જાડેજા, શ્રી ઘેલાભાઈ ચાવડા, શ્રી વિકાસભાઈ રાજગોર, શ્રી ગંભીરસિંહ જાડેજા, શ્રી વાઘજીભાઇ છાંગા, શ્રી ગોવિંદભાઈ, શ્રી બાબુભાઇ, અન્ય ચુંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીગણ, સલામતી સ્ટાફ, સરપંચશ્રી, પંચાયત સદસ્યો, તથા ગ્રામજનો જોડાયા હતા. હાજર રહેલા પ્રતિનિધિઓ એ તેમનાં પ્રવચનમાં જણાવ્યુ હતું કે આ રોડનાં કામગીરી પૂર્ણ થયેથી લોકોને પડતી મુશ્કેલીથી રાહત મળશે અને અવર-જવર તથા ચાકરીમક પ્રસંગોએ તબીબી સારવાર અર્થે સહેલાઇથી પહોચી શકાશે. લોકોને તેમની માંગણી સંતોષાના આનંદ વ્યક્ત કર્યો હતો.