વિધાનસભા–૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડ જનસંપર્ક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા

ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વીન મોલીયા, વલ્લભભાઈ દુધાત્રા ઘ્વારા ભાનુબેન બાબરીયાનું સ્વાગત કરાયું

ભાનુબેન બાબરીયાને વિધાનસભા–૬૮ના જનસંપર્ક કાર્યાલય ખાતેથી રોજેરોજ યોજાતી વિવિધ જનસેવા કામગીરી તેમજ સેવા કેમ્પની માહિતી અપાઈ : અત્યાર સુધી ૪ હજારથી વધુ લોકોએ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો જનસેવા કાર્યને બિરદાવી ધારાસભ્યશ્રી ઉદય કાનગડને શુભેચ્છા પાઠવેલ

વિધાનસભા–૬૮, રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્ય ઉદય કાનગડની એક અખબારી યાદીમાં જણાવાયું હતું કે રાજયના સમાજ કલ્યાણ તેમજ મહિલા વિકાસ વિભાગના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા રાજકોટ (પૂર્વ) વિધાનસભા-૬૮ના લોકપ્રિય ધારાસભ્ય ઉદય કાનગડના પેડક રોડ સ્થિત જન સંપર્ક કાર્યાલય ખાતે પધારેલ હતા. આ તકે ભાનુબેન બાબરીયાનું ધારાસભ્ય ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વીન મોલીયા, વલ્લભભાઈ દુધાત્રા, કોર્પોરેટર નિલેશ જલુ, પૂર્વ કોર્પોરેટર અનીલ રાઠોડ, ભાજપ અગ્રણી મનસુખભાઈ પીપળીયા સહિતના અગ્રણીઓ ઘ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ભાનુબેન બાબરીયાને વિધાનસભા–૬૮ના જનસંપર્ક કાર્યાલય ખાતેથી રોજેરોજ યોજાતી વિવિધ જન સેવાકીય પ્રવૃતિઓ અને કેન્દ્ર તેમજ રાજયની ભાજપ સરકાર ધ્વારા અમલમાં મુકાયેલ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભ જન—જન સુધી પહોંચે તે માટે યોજાતા સેવા કેમ્પની માહિતી અપાઈ હતી, તેમજ અત્યાર સુધી ૪ હજારથી વધુ લોકોએ સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો હતો ત્યારે વિધાનસભા–૬૮ ઘ્વારા રોજેરોજ યોજાતા આ જનસેવા કાર્યને બિરદાવી ભાનુબેન બાબરીયાએ ધારાસભ્યશ્રી ઉદય કાનગડને શુભેચ્છા પાઠવેલ હતી.

આ તકે ઉદય કાનગડ, વિધાનસભા ૬૯ના ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વીન મોલીયા, વલ્લભભાઈ દુધાત્રા, કોર્પોરેટર નિલેશ જલુ, પૂર્વ કોર્પોરેટર અનીલ રાઠોડ, દલસુખ જાગાણી, ભાજપ અગ્રણી મનસુખભાઈ પીપળીયા, કોર્પોરેટરો કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુંગશીયા, વજીબેન ગોલતર, રસીલાબેન સાકરીયા, હાર્દીક ગોહીલ, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, પરેશ પીપળીયા, ભાવેશ દેથરીયા,રૂચીતાબેન જોષી, સુરેશ વસોયા, વોર્ડના પ્રભારી રમેશભાઈ પરમાર, જીન્નાભાઈ ચાવડા, વોર્ડપ્રમુખ- મહામંત્રીઓમાં દિનેશ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, દિનેશ ઘીયાળ, મુકેશ ધનસોતા, દિનેશ ડાંગર, દુષ્યંત સંપટ, વીરમભાઈ રબારી, સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, રત્નાભાઈ મોરી, ભાર્ગવ મિયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જતીન પટેલ, શિક્ષણ સમિતિના વીભાઈ ગોહેલ, જે.ડી. ભાખર તેમજ સંજય ચાવડા,નિલેશ ખુંટ તેમજ સ્થાનીક અગ્રણીઓ અને વિવિધ એસોસીએશનના પ્રમુખ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનું અભિવાદન કરેલ હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *