
શનિવારે વેરાવળના બાદલપરા ગામમાં અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે
– કાર્યક્રમનું ઉદ્દઘાટન ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કરશે.
– જાથાના જયંત પંડયા વ્હેમ, અંધશ્રદ્ધા સામે ધારદાર વકતવ્ય આપશે.
– દોરા–ધાગા, મંત્ર–તંત્રના નામે છેતરાયેલા લોકો માહિતી રૂબરૂ આપી શકશે.
– જાથાનો ૧૦૦૧૭ મો જનજાગૃતિ કાર્યક્રમ.
– ગ્રામજનોને લાભ લેવા અનુરોધ.
અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લામાં ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ બે દિવસમાં ત્રણ અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો આપનાર છે જેમાં તા. ૧ લી એપ્નિલ શનિવારે બાદલપરા અને તા. ર જી એપ્નિલે વેરાવળમાં અંધશ્રદ્ધા નિવારણનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ આપશે. જેમાં જાથાના ચેરમેન – એડવોકેટ જયંત પંડયા વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર ધારદાર વકતવ્ય આપી ટીમના સદસ્યો ચમત્કારિક પ્નયોગોનું નિદર્શન કરશે. જાથાનો જનજાગૃતિ ૧૦૦૧૬, ૧૦૦૧૭ અને ૧૦૦૧૮ મો કાર્યક્રમ સંપન્ન થનાર છે.
વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કરશે. ઉપરાંત ગોવિંદભાઈ બારડ, રામભાઈ બારડ, જિલ્લા–તાલુકાના આગેવાનો અને ગ્રામ પંચાયતના સદસ્યો હાજરી આપશે.
ધારાસભ્યના અંગત સચિવ ભીખુભાઈ બારડે જણાવ્યું કે તા. ૧ લી એપ્નિલ, શનિવારે રાત્રીના ૮–૦૦ કલાકે વિશાળ સભામંડપમાં લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાદલપરા, સોનારીયા, કાજલી, આજોઠા આસપાસના ગામના જાગૃત લોકો અને ગ્રામજનોને હાજરી આપવા અનુરોધ કરવામાં આવે છે.
વૈજ્ઞાનિક પ્નયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મ, લોહી નીકળવું, રૂપિયાનો વરસાદ, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ધુણવું–સવારી આવવાની ડીંડકલીલા, ભુવાની સાંકળ મારવાની ધતિંગ લીલા, હાથ–માથા ઉપર દીવા રાખવા, કાનેથી ચિઠૃી વાંચવી, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, બેડી તુટવી, મંત્રેલા પાણીથી રોગ મટાડવા વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવશે.
પ્નયોગમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, વિપુલભાઈ ગોસ્વામી, રામભાઈ આહીર, હર્ષાબેન પંડયા, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, સુરત સત્ય શોધક સભાના સિધ્ધાર્થ દેગામી, ભારતીબેન દેગામી ભાગ લેવાના છે.