ગુરૂવારે મહાદેવધામમાં રામ જન્મોત્સવની ઉજવણી થશે

રાજકોટ જીવનનગરમાં રામનવમીની ભાવપૂર્વ ઉજવણી થશે

– રૈયા રોડ, રામેશ્વર મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો.
– સુંદરકાંડ, દિપમાલા, મહાઆરતી, ધ્વજારોણનું આયોજન.
– વોર્ડ નં. ૧૦ ના નાગરસેવકો, હોદ્દેદારો હાજરી આપશે.
રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે રામનવમીની ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવશે. રામ જન્મોત્સવ સાથે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય જે. ભટ્ટની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ગુરૂવાર તા. ૩૦ મી માર્ચે રામનવમી ઉજવણી અંતર્ગત સવારથી આખો દિવસ ધાર્મિક ઉજવણી કરવામાં આવશે. પ્નભાતફેરી, ભગવાન રામના ગુણાનુવાદ, સુંદરકાંડ, સત્સંગ, દિપમાલા, મહાઆરતી સહિત આયોજન કરવામાં આવશે. બપોરે ૧ર કલાકે રામ જન્મોત્સવની ઉજવણી સાથે સામુહિક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ રૈયા રોડ, બ્રહ્મસમાજ પાસે મહાદેવધામ આસ્થાનું પ્નતિક સાથે પરિવારોનું માનીતું મંદિર ધાર્મિક સ્થાન છે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવ પરા, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર, આસપાસના રહિશો આસ્થા પ્નમાણે ભગવાનના કાર્યક્રમોમાં ભાગીદાર થવાના છે.
સામુહિક મહાઆરતીમાં વોર્ડ નં. ૧૦ ના નગર સેવકો, ડૉ. રાજેશ્રીબેન ડોડિયા, જયોત્સનાબેન ટીલાળા, નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, શહેર ભા.જ.પ. ના ઉપપ્નમુખ પરેશભાઈ હુંબલ, પૂર્વ નગરસેવક અશ્વિનભાઈ ભોરણીયા, નીતાબેન વઘાસીયા, વોર્ડ પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, હરેશભાઈ કાનાણી સહિત ભા.જ.પ. ના હોદ્દેદારો, પદાધિકારીઓ ખાસ હાજરી આપવાના છે.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે શહેરના નાગરિકો જેમણે આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તેઓએ રૂબરૂમાં આધાર કાર્ડની ઝેરોક્ષ આપી નામની નોંધણી ગુરૂવારે કરાવી દેવાની રહેશે. બાદ કેમ્પની તારીખે બોલાવવામાં આવશે. સમિતિ કાર્ડ મેળવવા ઈચ્છુકોને આવકારી નોંધણી કરવાની છે.
રામનવમીની ઉજવણીની તૈયારી ઉપપ્નમુખ મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકણી, વિજયભાઈ જોબનપુત્રા, પંકજભાઈ મહેતા, અંકલેશ ગોહિલ, ગોવિંદભાઈ ગોહેલ, શૈલેષભાઈ પુજારા, વિનોદરાય ભટ્ટ, વિનુભાઈ ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, કેતનભાઈ મકવાણા, દિલીપભાઈ ચૌહાણ, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડીયા, ભારતીબેન ગંગદેવ, જયોતિબેન પુજારા, હંસાબેન ચુડાસમા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, ભારતીબેન રાવલ, હર્ષાબેન પંડયા, સરોજબેન, અલ્પાબેન, આરતીબેન, વિજયાબેન, જયશ્રીબેન, દિપ્તીબેન, વર્ષાબેન, હિમાબેન, કૃપાબેન, ભદ્રાબેન, પ્નફુલ્લાબેન, ભાવનાબેન, દક્ષાબેન સહિત મહિલા મંડળના સદસ્યો કામગીરી સંભાળી રહ્યા છે.
અંતમાં સુનિતાબેન વ્યાસે મહાઆરતી, દિપમાલા, ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુકોએ તા. ર૯ મી માર્ચ સાંજ સુધીમાં નામ પૂજારી પ્નવિણભાઈ જોષીને નોંધાવવાના રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *