
રિપોર્ટ ,મયુર પટેલ
ટ્રાયબલ મેરીટ લીસ્ટમાં અન્ય ૪ વિદ્યાર્થીઓનો સમાવેશ
ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ (SSE) દ્રારા વર્ષ-૨૦૨૨માં રાજ્યમાં ધોરણ-૦૯ ના છાત્રો માટે પ્રતિષ્ઠત શિષ્યવૃત્તિ માટે સમગ્ર રાજ્યમાંથી પરીક્ષાર્થીઓ ભાગ લે છે. આ શિષ્યવૃત્તિ માટે જિલ્લામાં શહેરી વિસ્તાર,ગ્રામ્ય વિસ્તાર,ટ્રાયબલ મેરીટ લિસ્ટ રાજ્ય ક્ક્ષાએથી જાહેર થાય છે. જાહેર થયેલા મેરીટ લિસ્ટમાં નવસારી જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લામાં પ્રથમ ક્રમ બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાની વિધાર્થીની શ્રેયા એસ. પટેલ (૧૭૦ ગુણ) પ્રાપ્ત થયા છે. ટ્રાયબલ લિસ્ટમાં અન્ય ચાર વિદ્યાર્થીઓ જેમાં બીજોક્રમ નિસર્ગ એમ. પટેલ (૧૩૫ ગુણ) છઠ્ઠોક્રમ નીલ એન.પટેલ (૧૩૫ ગુણ) સાતમો ક્રમ એન્જલ એ. પટેલ (૧૨૮ ગુણ) ૧૩ મો ક્રમ પ્રાપ્ત કરી શિષ્યવૃત્તિ માટે હકદાર બન્યા છે.
બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા કુલ પાંચ બાળકો પ્રતિષ્ઠત શિષ્યવૃત્તિ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શાળાનું રાજ્ય અને જિલ્લામાં નામ રોશન કર્યું છે. સાથે સાથે શાળાના કુલ ૮૬ પરીક્ષાર્થી પૈકી ૭૫ પરીક્ષાર્થીપરીક્ષા પાસ કરવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરશે.
શાળાની સિધ્ધિ બદલ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રી ટંડેલ,મંડળના પ્રમુખ ઠાકોરકાકા માનનીય પ્રા.જશુભાઈ નાયક ટ્રસ્ટી અને શિક્ષણવિદોએ અભિનંદન પાઠવ્યા છે. શાળાના આચાર્યશ્રી સંજયભાઈ ડી.પરમારે આ વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને અભિનંદન પાઠવ્યા છે.