મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હિંમતનગરની મેડિકલ કોલેજમાં CPR ની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભિખુસિંહજી પરમાર, ધારાસભ્ય વી. ડી.ઝાલા અને અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

દેશ અને દુનિયામાં કોરોનાકાળ બાદ વધતા જતા હૃદય રોગના કિસ્સાઓમાં અગમચેતીનાં પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના શીર્ષ માર્ગદર્શન હેઠળ રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં આજે CPR ની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ મેડિકલ કોલેજ ખાતે તબીબો અને ભાજપાના કાર્યકરોને CPR (Cardiopulmonary Resuscitation) તાલીમ આપવાના કાર્યક્રમમાં સહભાગી બન્યો. આ તાલીમ હૃદય રોગના હુમલાના ગોલ્ડન અવર્સમાં કારગત નીવડશે. આ કાર્યક્રમમાં ડૉક્ટરો દ્વારા CPR અંગે જરૂરી માહિતી આપી તાલીમ આપવામાં આવી.

CPR જીવન રક્ષક ટેકનીક છે. જો કોઈ વ્યક્તિના હૃદયના ધબકારા બંધ થઈ જાય તો CPR કરીને ઘરેથી હોસ્પિટલ જતી વખતે જીવ બચાવવાનું કામ કરે છે. આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભિખુસિંહજી પરમાર, ધારાસભ્ય વી. ડી.ઝાલા અને અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, જયશ્રીબેન દેસાઈ, પાર્ટીના આગેવાનો, હોદ્દેદારશ્રીઓ અને ઉપસ્થિત કાર્યકર્તાઓને સરકાર દ્વારા કાર્યરત વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપી માહિતગાર કર્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *