
મોંઘવારીમાં પણ દર્દી તથા તેમના પરિવારજનો અને ગરીબોને રૂ.૨ ટ્રસ્ટ ભોજન આપે છે
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ અને છેલ્લા ૩૧ વર્ષથી કાર્યરત અન્નપૂર્ણા ટ્રસ્ટનો ૩૧મો વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભિખુસિંહ પરમાર, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી બિપીન ભાઇ શાહ ઉપસ્થિત રહી ટ્રસ્ટમાં સેવા આપતાં કર્મચારીઓનું સન્માન કર્યું હતું અને તેઓની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા કાર્યરત કામગીરીનું નિરીક્ષણ મંત્રીશ્રીએ સેવા પણ આપી હતી.
મોડાસામાં અનેક હોસ્પિટલો આવેલી છે તેમાં મોડાસા પ્રદેશના, પંચમહાલ જિલ્લાના તથા રાજસ્થાનના અસંખ્ય દર્દીઓ માટે તથા દર્દીઓના પરિવારજનો માટે અન્નપૂર્ણા નામથી રાહત દર નું ભોજનાલય ચાલે છે. ૧ એપ્રિલ,૧૯૯૩ ના રામ નવમીના પવિત્ર દિવસથી અન્નપૂર્ણા ટ્રસ્ટ ની શરૂઆત કરવામાં આવી હતી. મોંઘવારીના સમયમાં પણ હાલના સમયમાં ટંક દીઠ માત્ર રૂપિયા બે જેવી મામુલી રકમમાં અન્નપૂર્ણા દ્વારા ભોજન અપાય છે. મોડાસાનગરના વૃદ્ધ, અસહાય અશક્ત, અપંગ વ્યક્તિઓ ઘરે બેઠા અન્નપૂર્ણામાંથી ભોજન ટિફિન પહોંચાડવામાં આવે છે. સંસ્થા દ્વારા પરબની સુવિધા શ્રમજીવી વર્ગને સવારી રૂપિયા બે માં ભાખરી, શાક અને એપ્રિલ – મે – જૂન માસમાં રૂપિયા એકમાં મસાલાવાળી છાશ અપાય છે. જરૂરિયાત મંદ લોકોને આટલી અન્નપૂર્ણા દ્વારા ઠરે છે અને આ સેવારથ દાતાઓના ફાળે જાય છે. આજ રોજ યોજાયેલ ૩૧ મો વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો, નગરપાલિકાના કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.