








મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત સરકાર ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CPR (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગ અભિયાન કાર્યક્રમમાં યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના પ્રમાણની ચિંતા અને આકસ્મિક સંજોગો સ્થળ ઉપર આપવી પડતી તાત્કાલિક સી.પી.આર. અંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ તાલીમ અભિયાનમાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ -ધારપુર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી કે.સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, લોકસભા સીટના પ્રભારી શ્રી અશોકભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, સિઈઓ ગોસ્વામી સાહેબ, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, ડો. હાર્દિકભાઈ સાહુ, ડૉ. પારૂલબેન શર્મા, શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ સિંધવ, રમેશભાઈ દેસાઈ, શ્રી સુરજગીરી ગોસ્વામી સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.