
કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.
21/3/2023 ના રોજ તાપી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવ , G20 તેમજ વુમન્સ ડે સ્પેશ્યલ અંતર્ગત યોજાયેલ વુમન્સ સીનીઅર સીટીઝન એથલેટિક્સ વિવિધ રમતો જેવી કે ઊંચીકૂદ, જલદચાલ, ગોળાફેંક,100,200,400 મીટર દોડ વગેરે ની સ્પર્ધા યોજાયેલ હતી.જેમાં વાલોડ તાલુકાના પુષ્પાબેન રમેશચંદ્ર પટેલ દ્વારા જલદચાલ અને ઊંચીકુદ અને વનીતાબેન ઘેલાભાઈ ચૌધરી એ 400 મીટર દોડ મા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ 2/4/2023 ના રોજ બંને બહેનો અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષા ની સ્પર્ધામાં ઉપરોક્ત રમતો મા તાપી જિલ્લા નું પ્રતિનિધિત્વ કર્યું. જે મા પુષ્પાબેન રમેશચંદ્ર પટેલ દ્વારા ઊંચીકૂદમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ને તાપી જિલ્લા અને વાલોડ તાલુકાનું નામ રોશન કર્યું છે.
પુષ્પાબેને સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલા આવા અનોખા કાર્યક્રમ ની પ્રશંસા કરી, અને એમના વાલોડ તાલુકાના કોચ રવિભાઈ એમ. બાગેલ, પરિવારજનો તેમજ પ્રોત્સાહીત કરનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.