ગુજરાત રાજય મહિલા અને બાળ વિભાગના સચિવ અને કમિશનર શ્રી મનિષા ચંદ્રાએ તા.૦૬ ઓકટોબર, ૨૦૨૦ ના રોજ ગાંધીનગર ખાતેના સખી વન સ્ટોપ સેન્ટર, સ્વધાર ગૃહ, મહિલા વ્યવસાય સુરક્ષા છાત્રાલય ( વર્કિંગ વુમેન હોસ્ટેલ) અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની મુલાકાત લીઘી હતી. સચિવ શ્રી મનિષા ચંદ્વાએ તમામ સંસ્થાઓની કામગીરી તેમજ તેમના દ્વારા નિભાવવામાં આવતા રેકર્ડની વિગતવાર ચકાસણી કરી હતી. તેમજ મુલાકાત દરમ્યાન સખી વન સ્ટોપ નિભાવેલ રજીસ્ટરમાં સુધારા કરવાનું સૂચન કર્યું હતું. તેમજ સ્વધાર ગૃહમાં નાના બાળક સાથે આવતી માતાને આઇ.સી.ડી.એસ. વિભાગની યોજના સાથે સંકલન કરી તેનો લાભ આપવા જણાવ્યું હતું. તેની સાથે દિકરીઓ આગળ ભણવા ઇચ્છતી હોય તેને ઓપન યુનિવર્સીટી સાથે સંકલન સાધવા પણ જણાવ્યું હતું.



