ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર તાલુકાના તમામ ૫૭ ગામોમાં સાફ- સફાઇ કરી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી દિવાળીના તહેવારો દરમ્યાન ગામ સ્વચ્છ બને તે માટે એક અઠવાડિયા સુધી તમામ ગામોમાં સફાઇની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સરપંચ, તલાટી કમ મંત્રી અને લોકસહયોગથી આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, તેવું તાલુકા વિકાસ અધિકારી શ્રી જી.એ.ધાંધલીયાએ જણાવ્યું છે



