

સોશિયલ એન્ડ મોટિવેશન ટ્રસ્ટ દિલ્લી દ્વારા આયોજીત વાર્ષિકોત્સવ માં ગાંધીનગર ના વરિષ્ઠ હિન્દી સાહિત્યકાર પ્રમુખ શ્રી ગાંઘી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ, સામાજિક કાર્યકર વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા, બ્રેસ્ટ કેન્સર જાગૃત અભિયાન, અને આત્મ હત્યા નિવારણ કાર્યક્રમ યોજનાર ડૉ ગુલાબ ચંદ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં ડૉ ગુલાબ ચંદ પટેલ નું ટ્રોફી અને ખેસ પહેરાવી અધ્યક્ષા મમતા સિંહ સોશિયલ મોટિવેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી ડૉ પટેલ દ્વારા અષાઢ કે બાદલ કવિતા હિન્દી માં પ્રસ્તુત કરી હતી જે સાહિત્યકારો ને ખૂબ પસંદ આવી હતી મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગુજરાત ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા સોશિયલ મોટિવેશન ટ્રસ્ટ ના અધ્યક્ષા મમતા સિંહ નું સમ્માન સન્માન પત્ર આપી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ના પંજાબ શાખા ના અધ્યક્ષ મનોજ ફગવાડવિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડૉ પટેલ દ્વારા કાર્યક્રમમાં પોતાનું પ્રવચન કર્યું અને ગુજરાતી ભાષા માં આભ માં ઊગેલ ચાંદલો ગીત રજૂ કર્યું હતું જે સભા ને ખૂબ ગમ્યું હતું