રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ વ્યારા દ્વારા કેરિયર કાઉન્સેલિંગ વેબીનારનું આયોજન

કમલમ ન્યુઝ. સમીર શાહ.વ્યારા

ધો. 12ના વિદ્યાર્થીઓને વિવિધ કોર્ષ પસંદ કરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતોની જાણકારી આપવા માટે રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ વ્યારા ના સંયુક્ત ઉપક્રમે “કેરિયર સિલેક્શનની સર્વ સામાન્ય ભૂલો અને તેને નિવારવાના ઉપાયો” વિષય પર તા. 9મી એપ્રીલ 2023 ને રવિવારે સવારે 11.00 થી 1.00 કલાક સુધી ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના જાણીતા અને અનુભવી કેરિયર કાઉન્સેલર રચિતા રસિવાસિયા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મુખ્ય વકતા રચિતાજીએ પ્રેઝન્ટેશન બાદ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને કેરીયર સિલેકશન, એડમિશન પ્રક્રિયા અને વિવિધ કોર્ષને લગતા પ્રશ્નોનું સરળ ભાષામાં અને તલસ્પર્શી નિરાકરણ આપ્યું હતું. આ વેબીનારમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોના આર્ટસ – કોમર્સ અને સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. રોટરી ક્લબ વ્યારાના પ્રમુખ રો. અનિતા દેસાઈએ બધાનું સ્વાગત કર્યું હતું. પ્રોજેક્ટ ચેર રો. દિપેન શાહે સ્પીકરનો પરિચય આપ્યો હતો. રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રો. સમીર વાણીએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વેબીનારમાં તાજપોર- બારડોલી ખાતે આવેલ એન્જિનિયરીંગ કોલેજના કાઉન્સેલર પ્રો. મેઘા મકવાણાએ તેમની સંસ્થા અને સંસ્થામાં ચાલતા વિવિધ અભ્યાસક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વેબીનારમાં રોટરી કલબ વ્યારાના સભ્યો પણ જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *