નર્મદા ભાજપમાં નવી જવાબદારીનો સંકલ્પ

નર્મદા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શબ્દશરણભાઈ તડવી તથા પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ નીલ રાવના સન્માનમાં સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પ્રમુખો, પૂર્વ મહામંત્રીઓ સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણભાઈ તડવીએ પદભાર સંભાળી સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને જનસંપર્કલક્ષી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને જનસેવાને સંગઠનની પ્રાથમિકતા બનાવવા આહ્વાન કર્યું હતું.

તડવીએ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાંદોદ અને ડેડિયાપાડા બંને બેઠકો પર ભાજપને મજબૂત બનાવવા સંગઠનાત્મક આયોજન સાથે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓના સહયોગથી સંગઠનને વધુ સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલના પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ નીલ રાવે શબ્દશરણભાઈ તડવીને નવી જવાબદારી બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના નેતૃત્વમાં નર્મદા જિલ્લા ભાજપ સંગઠન નવી ઊર્જા સાથે આગળ વધશે. પોતાના જિલ્લા પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન મળેલા સહયોગ બદલ તેમણે વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ તથા નર્મદા જિલ્લાની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સત્કાર સમારંભમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ બંને નેતાઓનું સન્માન કરી નવી જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન સંગઠનની એકતા, કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જનસેવાના સંકલ્પ સાથે નર્મદા ભાજપને વધુ મજબૂત બનાવવાનો સંદેશ જોવા મળ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *