
“બાળકોનું યોગ્ય પોષણ અને તેમનો સર્વાંગી વિકાસ સમાજની પ્રથમ જવાબદારી છે સરપંચ ભાવનાબા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા ડેપ્યુટી સરપંચ ચેતનાબેન પ્રણામી તથા માજી સરપંચ રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પ્રાથમિકશાળા ના આચાર્ય શ્રી તથા આગેવાન શ્રી પ્રવીણભાઈ સુથાર તથા મોટી સંખ્યામાં ગામમાંથી પધારેલા આગેવાન તથા આંગણવાડીના સુપરવાઇઝર રેશ્માબેન તબિયાર તથા આરોગ્યના કર્મચારી શિલ્પાબેન સુથાર તથા ચિન્ટુબેન રાઠોડ તથા આંગણવાડી કાર્યકર તલ્લિકાબેન રાઠોડ તથા લીલાબેન પ્રણામી તથા બાળકોના વાલીઓ તથા આંગણવાડી ના બાળકો હાજર રહ્યા હતા તથા આંગણવાડી સ્ટાફ દ્વારા વિવિધ વાનગીઓ દ્વારા પૌષ્ટિક આહાર સુખડી બાજરામાંથી બનાવેલ ઢોકળા નાગલી લોટ માંથી બનાવેલ ઢોકળા તથા બધી જાતના કઠોળ તથા બધી જાતના ફળ જેવા કે કેળા, સફરજન, દાડમ વગેરે બાળકોને વિતરણ કરવામાં આવેલ હતું.THR તથા HCM અને પોષણ સેવાઓ વૃદ્ધિ મોનીટરીંગ અને ECCE અંગે પણ સમુદાયને માહિતગાર કરવામાં આવ્યા હતા. સરપંચ શ્રી ભાવનાબા રાજેન્દ્રસિંહ રાઠોડ જણાવ્યું હતું કે બાળકોનું યોગ્ય પોષણ તેમનો સર્વાંગી વિકાસ સમાજની પ્રથમ જવાબદારી છે. આંગણવાડી કેન્દ્ર બાળકોના પ્રારંભિક વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બાળકોને પોષણયુક્ત આહાર સંસ્કાર અને શિક્ષણ સાથે સારું મળે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે માતા પિતા અને ગ્રામજનો પણ આંગણવાડીની પ્રવૃત્તિઓમાં સહભાગી બની બાળકોના ઉજ્વર ભવિષ્યમાં યોગદાન આપે કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો એ આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોના પોષણ સંભાળ અને પ્રારંભિક શિક્ષણ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી.આંગણવાડીના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવેલ હતો. તેમને સરપંચ તરફ થી ભાવનાબા રાઠોડ દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહન કર્યું હતું.