બારડોલી માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જિલ્લા ની બેઠક યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

ઝોન સંયોજક સંકેત શર્મા એ Youth Talk (Y-20 ) કાર્યક્રમની વિગતવાર માહિતી આપેલ

પ્રજામાં જાગૃતિ આવે અને લોકો સર્જનાત્મક કાર્યો પ્રત્યે ઉત્સાહિત થાય તે દિશામાં ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત પ્રજાહિત રાષ્ટ્રહિત ની દિશામાં અવિરત વિકાસ પંથ માં ગુજરાતને મોડલ રાજ્ય બનાવી રહ્યા છે
તે જ દિશામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગુજરાત સરકાર સતત કાર્યરત છે
મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રજાઓમાં સતત જાગૃતિના કાર્યક્રમો દ્વારા છેવાડાના માનવી સુધી સરકારશ્રી નાં પ્રયાસથી વિકાસ થાય તે અનુસંધાને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના પ્રાંત કોર્ડીનેટર કૌશલભાઈ દવે ગુજરાત ભર માં Youth Talk (Y-20) કાર્યક્રમ થવા જઈ રહ્યું છે,
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જિલ્લા દ્વારા Youth Talk (Y-20) ના કાર્યક્રમ ના માર્ગદર્શન માટે સુરત જિલ્લા ટીમની બેઠક બારડોલી મુકામે રાખવામાં આવેલ આ બેઠકમાં ઝોન સંયોજક સંકેત શર્મા દ્વારા હાજર તમામ સંયોજકો સમક્ષ કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી અને યોજના બનાવવામાં આવી હતી
જિલ્લા સંયોજક શ્રી રાજન વરીયા એ તમામ સંયોજકો ને કાર્યક્રમની ગંભીરતા સમજી ખૂબ જ ઉત્સાહ સાથે કાર્યક્રમને સફળ બનાવવા હાકલ કરી હતી સુરત જિલ્લાના તમામ સંયોજકો બેઠકમાં હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *