અંકલેશ્વર ખાતે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓ માટે પોલીસ સંકટમોચન બની

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ખાતે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓ માટે પોલીસ સંકટમોચન બની હતી અને અંકલેશ્વર માં બે ખાનગી વાહનો તૈનાત કરી પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યા હતા તો ક્યાંક પરીક્ષાર્થીઓ રસીદ ભૂલ્યા તો ક્યાંક આધારકાર્ડ ભૂલ્યા હતા. તેવા પરીક્ષાર્થીઓ ના તાત્કાલિક ડોક્યુમેન્ટ મંગાવી ને પરીક્ષા માં બેસાડ્યા હતા તો પોલીસે પોતાની ગાડી માં કેન્દ્ર ન મળતા પરીક્ષાર્થીઓ ને ખાનગી વાહન તેમજ પોલીસવાનમાં કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. તો દિવ્યાંગ પરીક્ષાર્થી માટે વહીલચેર ની વ્યવસ્થા કરી પ્રસંશનીય કામગીરી બજાવી હતી .

અંકલેશ્વર માં જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવેલા વાપી, તાપી. નવસારી , વલસાડ અને સુરત જિલ્લા ના પરીક્ષાર્થીઓ માટે અંકલેશ્વર પોલીસ સંકટ મોચક બની ઉભી રહી હતી. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દૂર થી આવતા પરીક્ષાર્થીઓ વિસ્તાર થી વાકેફ ન હોય તે માટે ખાનગી વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામ પ્રકાર ની તકેદારી રાખી હતી તેમજ અંકલેશ્વર જીઆઇડીસી ડેપો અને શહેર એસટી ડેપો ખાતે બે વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા જેથી પરીક્ષાર્થી ઓ નો સમય ન બગડે તે માટે ખાનગી વાહનો માં જે તે પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવામાં આવ્યા હતા તેમજ પોલીસ ગાડી માં પણ પરીક્ષાર્થીઓ ને પરીક્ષા સ્થળ ઉપર પહોંચાડવામાં આવ્યા હતા જિલ્લા ટ્રાફિક વિભાગ ના પી.આઈ એસ કે. ગામીત તેમના સ્ટાફ સાથે ભરૂચ અને અંકલેશ્વર માં પરીક્ષાર્થીઓ માટે દેવદૂત બન્યા હતા ત્યારે અંકલેશ્વર ના અંદાડા સેન્ટર પર 5 જેટલા વિદ્યાર્થીઓ આધાર કાર્ડ ભૂલી ગયા હતા. તો 2 વિદ્યાર્થીઓ રસીદ ભૂલી ગયા હતા. આ સમયે પરીક્ષા ના આપી શકવા ના ટેન્શન માં રહેલ પરીક્ષાર્થીઓ માટે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.યુ.ગદરીયા અને તેમનો સ્ટાફ આગળ આવ્યો હતો. વિદ્યાર્થીઓ ને પોલીસ વાન માં કોમ્પ્યુટર સેન્ટર પર લઇ ગઈ હતી અને 5 વિદ્યાર્થીઓ ના આધારકાર્ડ તાત્કાલિક બનાવી આપ્યા હતા તો અન્ય પરીક્ષાર્થીઓ ના ધરે થી રસીદ મંગાવી આપી તેની પ્રિન્ટ લઇ તમામ ને પાછા પરીક્ષા કેન્દ્ર સુધી પોલીસ ગાડી માં મુકવા ગયા હતા. બી ડિવિઝન પોલીસ આ વિદ્યાર્થીઓ માટે સંકટમોચક બની હતી. તો શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ. વાળા તેમજ તેમની ટીમ દ્વારા તાપી-વ્યારા થી પતિ તથા પત્ની જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા માટે આવેલ અને પતિ ની પરીક્ષા સ્કૂલ મળી ગયેલ અને પત્નિ ના પરીક્ષા કેન્દ્ર ઘણો સમય શોધ્યા બાદ પણ નહીં મળતા છેવટે પતિ પત્ની બન્ને શ્રવણ સ્કૂલ આવેલ જ્યાં તેના પતિ ની પરીક્ષા હતી અને પરીક્ષાનો સમય થવા આવેલ હોય જેથી તેની પત્ની સ્કૂલ મળેલ ન હોવાથી શ્રવણ સ્કૂલ ની બહાર જ ઉભો હતા જેથી પોલીસ કર્મચારી . ઉપેન્દ્રભાઈ કાંતિભાઈ એ તેની પૂછપરછ કરી મહિલા પરીક્ષાર્થીને પોતાના વાહનમાં પ્રિયદર્શિની સ્કૂલમાં પરીક્ષા સમય પહેલા પહોંચાડ્યા હતા.અંકલેશ્વર આદર્શ સ્કૂલ સેન્ટર ખાતે પરીક્ષા આપવા આવેલા દિવ્યાંગ પરીક્ષાર્થીને શહેર પોલીસ દ્વારા તાત્કાલિક વ્હીલ ચેર ની વ્યવસ્થા કરી તેને બ્લોક માં બેઠક નંબર સુધી વ્હીલ ચેર દ્વારા પહોંચાડ્યો હતો . આ ઉપરાંત અન્ય પરીક્ષાર્થી ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર મળતું ન હોય અંક્લેશ્વર શહેર એ ડિવિ. પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચાડેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *