અરવલ્લી જિલ્લા પોલીસવડાએ ધનસુરા નવોદય વિદ્યાલય ની મુલાકાત લીધી

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લા પોલીસવડાએ ધનસુરા નવોદય વિદ્યાલય ની મુલાકાત લીધી હતી. માનનીય શ્રી સંજય ખરાત એસ.પી.અરવલ્લીએ જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા જીલ્લા અરવલ્લી ખાતે એસ.પી.સી ના વિદ્યાર્થીઓને મળવા આવ્યા હતા. નવોદયના આચાર્ય પ્રવિંદ ક્રિષ્નન દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. વિદ્યાલયના વ્યાયામ શિક્ષક સુધીર આસરે અને અંજલી ઠાકુરે એસ.પી.સી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાલયમાં ચાલુ પ્રોજેક્ટ પ્રાકૃતિક ખાતર, બગીચો ની માહિતિ આપી હતી. ધનસુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અને ડ્રીલ ઇન્સ્ટ્રકટર અશોકસિંહ અને નિકુંજ મેડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી આપી હતી. મોડાસા સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટક કન્સલ્ટન્ટ મિહિરભાઈ તેમજ સુરક્ષા સેતુ સોસયટી ક્લાર્ક જયદીપભાઈ તાબિયાડ અને અન્ય સ્ટાફે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *