આહવા ડાંગ શિવ શક્તિ મોબાઈલની દુકાનમાંથી રાતના અંધારામા તસ્કરો ની દિવાળી

દુકાન માલિક :- પ્રવીણસિંહ ગીશુસિંહ રાજપુરોહિત ઉવ-29 ધંધો-વેપાર રહે-આહવા ગાંધીકોલોની તા આહવા જી ડાંગ મૂળ રહે-ઢોલા ગામ-ગુદોસ જિલ્લો-પાલી (રાજસ્થાન) 2)ગુનાની જગ્યા – આહવા ડાંગ સેવા મંડળની બાજુમાં આવેલ શિવ શક્તિ મોબાઈલની દુકાનમાંથી થાણા પૂર્વે 1/2 દૂર ટાઉન બીટની હદમા આહવા ખાતે મેન રસ્તા પર દુકાનનુ સટર તોડી ઉંચુ કરી દુકાનમાંથી મોબાઈલ જેમાં નં-(1) રિયલમી 6 જેની કિંમત રૂ-16,319/- નં (2)રિયલમી એક્ષ જેની કિંમત રૂ.-17000/-નં(3)હોનર 7 સી નંગ-3 જેની કિંમત રૂ.-9000/- ગણી ત્રણ મોબાઈલ ની કિંમત રૂ.-27, 000/- નં (4) નોકિયા 0.3 જેની કિંમત રૂ-7500/- નં (5) લાવા ઝેડ 91ના નંગ-3 જે એકની કિંમત રૂ.-7200/- ગણી કુલ ચાર મોબાઈલની કિંમત રૂ-21600/- ગણી તથા નં (6) ઓપ્પો એ53 જેની કિંમત રૂ 15,500/- ગણી કુલ કિંમત રૂ-1,04,919/- ની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ રાત્રીના સમયે દુકાનમા પ્રવેશ કરી મોબાઈલ ની ચોરી થયેલ છે અને આહવા પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર. નં-11219002200959 ઇપકો કલમ-380,454,457,114 મુજબ આગળ ની કાર્યવાહીપો.સબ.ઈન્સ. પી એમ જુડાલ એ હાથ ધરી છે.રિપોર્ટ- અમરનાથ જગતાપ
ડાંગ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *