અંકલેશ્વર ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે સાતમો એપ્રેન્ટિસ માર્ગદર્શન વર્કશોપ યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની આઈ.ટી.આઈ ખાતે રાજ્ય નો 7 મો એપ્રેન્ટિસ માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો.રિજીયોનલ ડાયરેકટર જગદીશ પ્રસાદ મીણા ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ વર્કશોપ માં ભરૂચ અને નર્મદા જિલ્લા ના 120 ઉદ્યોગો ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વધુ માં વધુ એપ્રેન્ટિસ ની ભરતી કરી સ્કીમ ને સફળ બનાવવા ની નેમ લીધી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્કિલ ઇન્ડિયા મિશન ને ઉજાગર કરવા માટે ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોર શિપ વિભાગ દ્વારા વધુમાં વધુ લોકોને તાલીમ સાથે રોજગારી મળે તે માટે દેશભરમાં પ્રધાન મંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત દેશભર માં 250 જેટલામાર્ગદર્શન વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોર શિપ વિભાગ અને ગુજરાત પ્રદેશ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા વિભાગ ના ઉપક્રમે પ્રધાન મંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 15 જેટલા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી રાજ્યનો સાતમો વર્કશોપ અંકલેશ્વર ની આઈટીઆઈ ખાતે ગાંધીનગર સ્કિલ ડેવલોપમેન્ટ ના રીજીયોનલ ડાયરેક્ટર જગદીશ પ્રસાદ મીણા ની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં 120 થી વધુ કંપની ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
. જેમાં પ્રધાનમંત્રી ના સ્કિલ ડેવલપમેન્ટ મિશન પર ભાર મૂકી તેને ઉજાગર કરવા ના પ્રયત્ન ના ભાગ રૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 5 થી 10 સુધી ભણેલા વિદ્યાર્થીઓ ને તાલીમ સાથે રોજગારી મળે તે માટે એપ્રેન્ટિસ માં લેવા કંપની ના પ્રતિનિધિઓ ને અપીલ કરવામાં આવી હતી. કંપની પ્રતિનિધિઓ દ્વારા પણ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારી ના સંકલ્પ ને પરિપૂર્ણ કરવા ની નેમ વ્યક્ત કરી વધુ માં વધુ લોકો ને યોજના નો લાભ મળે અને દેશ માં વધુ માં વધુ રોજગારી આપવા નો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા ગાંધીનગર ના જીગ્નેશ મુછડીયા ,હસમુખ માલી અંકલેશ્વર આઈટીઆઈ ના પ્રિન્સિપાલ બી.ડી રાવલ ,સુરત ના આશાબેન પટેલ સહીત ભરૂચ અને નર્મદા જિલ્લા ના ઉદ્યોગો ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *