અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ના વિદ્યાર્થીઓ રંગોત્સવ ઇન્ટરનેશનલ સ્પર્ધા માં ઝળક્યા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ના ત્રણ વિદ્યાર્થીઓ એ રંગોત્સવ ઇન્ટરનેશનલ સ્પર્ધા માં ટોપ નું સ્થાન મેળવી શાળા નું ગૌરવ વધાર્યું છે ,આ સ્પર્ધા માં સુશાંત ગાયકવાડ , ક્રિશ્ના કોલડિયા અને આસ્થા કટિયારા એ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ટ્રોફી અને મેડલ હાંસલ કરતા શાળા નું અને અંકલેશ્વર નું ગૌરવ વધાર્યું છે ,

અંકલેશ્વરમાં આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલ એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપે છે. ભણતરની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેના ઉપર શાળા હંમેશા ધ્યાન આપે છે. વર્ષ 2022 2023 માં શાળામાં રંગોત્સવ ઇન્ટરનેશનલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોત્સવ ધારો દ્વારા દર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે આ સ્પર્ધાઓ ભણતર સિવાયની પણ હોય છે જેમાં ચિત્ર સ્પર્ધા રંગોની સ્પર્ધા , સ્તૃતલેખન અને નિબંધ લેખન જેવી વિવિધ સ્પર્ધાનો આયોજન કરવામાં આવે છે. રંગોત્સવ દ્વારા એક ઇન્ટરનેશનલ લેવલની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં રંગોત્સવ દ્વારા વિવિધ શાળાઓમાંથી શાળાઓનું સિલેક્શન કરવામાં આવે છે અને તેમના દ્વારા જ શાળાને ઇન્વિટેશન આપીને તેના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે નું ઇન્વિટેશન પણ મળે છે. અંકલેશ્વરમાં આવેલી પોદાર વર્લ્ડ સ્કૂલે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રથમ વખત માં નેશનલ લેવલ પર શાળાના 100 વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી 50થી વધુ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચ્યા હતા જેમાં . પોદાર વર્લ્ડ સ્કૂલ નો વિદ્યાર્થી સુશાંત ગાયકવાડ જે અત્યારે ધોરણ આઠમાં ભણે છે તેણે ગત વર્ષે ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો ત્યારે રંગોત્સવ ઇન્ટરનેશનલ ની ચિત્રકામ સ્પર્ધા માં વર્લ્ડ લેવલ પર ત્રીજા નંબર પર આવ્યો હતો જેને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ શાળામાં અભ્યાસ કરતી ક્રિશા કોલાડીયા ને પણ કર્સીવ રાઇટિંગ તથા કલર રંગ પુરવાની પ્રતિયોગિતામાં તેણે મેડલ પ્રાપ્ત કર્યો છે. ક્રિશા કોલાડીયા ને પણ આ પ્રતિયોગીતામાં તેને ટોપનું સ્થાન મેળવતા ટ્રોફી એનાયત કરવા આવી હતી શાળાનું ગૌરવ વધાર્યું છે આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતી આસ્થા કટિયારા એ રંગપૂરણી ચિત્રકામ સ્પર્ધામાં ટોપનું સ્થાન મેળવીને તેણે પણ ટ્રોફી હાંસલ કરી હતી . આ ઉપરાંત શાળાના અન્ય 10 વિદ્યાર્થીઓએ પણ આ સ્પર્ધામાં વિવિધ સિદ્ધિ હાસલ કરી છે અને તેમને પણ મેડલ અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.શાળાના આચાર્ય ગંગાધર ને એક ઉત્તમ શાળા તરીકે ની ટ્રોફી થી એનાયત કરવામાં આવી હતી આવ્યા છે. ત્યારે આ ત્રણેય વિદ્યાર્થીઓ એ રંગોત્સવ ઇન્ટરનેશનલ સ્પર્ધા માં સિદ્ધિ હાંસલ કરી શાળા અને અંકલેશ્વર ની ગૌરવ વધાર્યું છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *