મોરબીમાં ધારાસભ્યો સહિતનાઓની હાજરીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતી ઉજવાઈ

રીપોર્ટ મહેશ ડી સિઘવ કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ

સમગ્ર ભારત દેશમાં બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પણ સમાજના આગેવાનો દ્વારા મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવું જ રીતે આ વર્ષ પણ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ નિમિતે મોરબીના વીસીપાર વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ, પરબજાર, નહેરૂ ગેઇટ ચોક થઈને ગાંધી ચોકમાં પાલિકાના પટાંગણમાં મૂકવામાં અવલે

ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પૂરી કરવામાં આવી હતી ત્યારે આ શોભાયાત્રામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, અરવિંદભાઇ વાસદડિયા, રિશિપભાઇ કૈલા, પરેશભાઈ કચોરીયા, જયરાજસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ પોપટ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ, રામજીભાઇ રબારી, કે.ડી. પડસુંબિયા, દીપકભાઈ પરપાર, બાબુભાઇ વેરાણા સહિતના આગેવાનો તેમજ અધિકારી હાજર રહ્યા હતા અને ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજલી અપર્ણ કરી હતી આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે પ્રજ્ઞેશભાઈ વાઘેલા, મનુભાઈ સરેસા, ગૌતમભાઈ સોલંકી અશોકભાઇ ચાવડા, રાવજીભાઇ સોલંકી, ભાનુબેન નગવાડિયા, સુરેશભાઇ સીરોહિયા, પરેશભાઈ પારિયા, જસવંતીબેન સીરોહિયા સહિતના આગેવાનો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *