



નવસારીઃશનિવારઃ રાજયમાં ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ વાંસદા તાલુકાના ઉનાઇ ખાતે માતાજીના મંદિરના પરિસરમાં સાફ સફાઇ હાથ ધરી હતી.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, પરશુરામ જન્મજયંતિ નિમિત્તે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત તમામ મંત્રીશ્રીઓ દ્વારા ધર્મસ્થાનો પર સફાઇ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મંદિર પરિસરોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવી રહી છે. ઉનાઇ મંદિરના પરિસરમાં તેમજ દરેક ધાર્મિક સ્થળ સ્વચ્છ અને સુઘડ રાખવાની જવાબદારી આપણી સૌની છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ઉનાઇ માતાજીના મંદિરને સ્વચ્છ બનાવવાના સફાઇ અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, અધિક નિવાસ કલેકટરશ્રી કેતન જોષી, વાંસદા પ્રાંત અધિકારી શ્રી ડી.આઇ.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ.ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ સહિત અધિકારીઓ/પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો જોડાયા હતાં.