
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના જુના બોરભાઠા બેટ ગામે 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 20 માં સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક જ મંડપ નીચે સમાજ ના 16 જેટલા નવદંપતી એ પ્રભતા માં પગલાં માંડ્યા હતા .




ભરૂચ જિલ્લા ૧૫ ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા સમયના પરિવર્તનની સાથે રીતરિવાજોમાં પણ પરિવર્તન લાવવા માટે લગ્ન જેવા સામાજિક પ્રસંગે આર્થિક રીતે સહાયરૂપ બની, સમાજના જ્ઞાતિજનોને એકસુત્રે જોડી રાખવા દર વર્ષે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે ત્યારે માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા અંકલેશ્વર ના જુના બોરભાઠા બેટ, ગામે ભાવનાત્મક સ્નેહ અને હૂંફથી ભરેલાં “૨૦ માં સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવ માં સમાજ ના 16 જેટલા નવદંપતી ઓ એ એક જ મંડપ નીચે પ્રભુતા માં પગલાં માંડ્યા હતા પ્રભુતા માં પગલાં માંડનાર સમાજ ની દીકરીઓ ને કરિયાવર પણ આપવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત સમાજ ના આગેવાનો એ સાંસારિક જીવનમાં પ્રભુતાના પગલા પાડનાર નવદંપતિઓને સુખી-સમૃધ્ધ લગ્નજીવનના શુભાશિષ પાઠવ્યા હતા