અંકલેશ્વર ભાજપ દ્વારા મિલેટ અવેરનર્સ કાર્યક્રમ યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભાજપ કિશાન મોરચો અને મહિલા મોરચા દ્વારા મિલેટ અવેરનર્સ કાર્યક્રમ નું કરવામાં હતું ,જેમાં ભાજપ મહિલા મોરચો ,આંગણવાડી તેમજ અન્ય મહિલાઓ એ વિવિધ ધાન્ય ની અલગ અલગ વાનગીઓ બનાવી કાર્યક્રમ માં પ્રદર્શિત હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા ગુજરાત માં 100 સ્થળે એક જ સમયે નગરપાલિકા વિસ્તાર માં એક સાથે મિલેટ અવેરનર્સ કાર્યક્રમ યોજવાના ભાગ રૂપે અંકલેશ્વર ભાજપ કિશાન મોરચો અને અંકલેશ્વર ભાજપ મહિલા મોરચા ના સંયુક્ત ઉપક્રમે શહેર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે મિલેટ અવેરનર્સ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ભાજપ મહિલા મોરચા ,આંગણવાડી ,જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ની મહિલા સભ્યો સહીત અન્ય મહિલાઓ ઉપસ્થિત રહૈ હતી તેઓ ને ઉપસ્થિત મહાનુભાવો એ ધાન્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મિલેટ અવેરનર્સ કાર્યક્રમ મહિલાઓ દ્વારા વિવિધ ધાન્ય ની વિવિધ વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ કિશાન મોરચા ના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા ,અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નિતેન્દ્ર દેવધરા ,શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની ,તાલુકા કિશાન મોરચા ના પ્રમુખ રાહુલ વામજા સહીત ના આગેવાનો અને મહિલા મોરચા ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *