ભાવનગર જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા આયોજિત

પ્રદેશ ભાજપ કિસાન મોરચા ની સૂચના થી યશસ્વી જિલ્લા અધ્યક્ષ માનનીય શ્રી આર.સી. મકવાણા સાહેબ ના માર્ગદર્શન નીચે કિસાન મોરચા જિલ્લા અધ્યક્ષ શ્રી અભેશંગભાઈ પરમાર દ્વારા જિલ્લા માં મીલેટ કાર્યક્રમો નાં આયોજન કરવામાં આવ્યા છે

આ કાર્યક્રમ માં વિષેશ ઉપસ્થિત જિલ્લા અધ્યક્ષ માનનીય શ્રી આર.સી. મકવાણા સાહેબ અને ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ માનનીય શ્રી ભરતસિંહજી ગોહીલ તેમજ ઝોન મહામંત્રી માનનીય શ્રી ભરતભાઈ મેર તેમજ જિલ્લા મહામંત્રી માનનીય શ્રી સી.પી. સરવૈયા તેમજ સિહોર શહેર પ્રભારી હર્ષદભાઈ દવે, સિહોર ગ્રામ્ય પ્રભારી નાનુભાઈ ડાખરા, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી ઉમેશભાઈ મકવાણા, જિલ્લા મંત્રી શ્રી હંસાબેન પરમાર, જિલ્લા મંત્રી શ્રી હીનાબેન ગઢાદરા ની રહેશે.

મિલેટ્સ એટલે શું ? મિલેટ્સ એટલે જાડા ધાન્ય, આખા ધાન્ય, હલકાં ધાન્ય, હલકાં એટલે પચવામાં હલકાં પરંતુ આપણે તેને ગુણવત્તામાં હલકાં સમજી ખોરાકમાંથી દૂર કર્યાં. આ ધાન્યમાં મુખ્યત્વે આઠ ધાન્યનો સમાવેશ કરીએ.

૧. બાજરી (Perl millets)
૨. કાંગ (foxtail millets)
૩. જુવાર (sorghum)
૪. રાગી (finger millets )
૫. સામો (મોરૈયો) (barn yard millets)
૬. રાજગરો.
૭. કુટ્ટુ (buck wheat)
અને
૮. કોડો (koddo)

આ સિવાય પણ ઘણાં મિલેટ્સની આપણાં દેશમાં ખેતી થાય છે. આ બધા ધાન્ય આજે “વિસરાતાં ધાન્ય” છે. આ ધાન્યનો ખોરાક તરીકે આપણાં ભારતમાં ચાર હજાર વર્ષ પહેલાંથી આપણે ઉપયોગ કરી રહ્યાં છીએ.
આપણાં યજુર્વેદમાં પણ આ ધાન્યનો ઉલ્લેખ જોવા મળે છે. કાંગનો પ્રયાગવા, સામાનો સ્યામવા અથવા અન્નવા અને રાગીનાચલી ને શ્યામકા તરીકે નામોલ્લેખ થયેલ છે. આપણે વ્યવસ્થિત ખેતી કરતાં થયાં એ પહેલાંથી આ પાકો જંગલમાં થતાં અને આપણાં ઋષિ મુનીઓ આરોગતાં જે આપણને વારસામાં આપ્યા.
સામો આપણે વરસમાં એક જ વખત “સામા પાંચમ”નાં દિવસે યાદ કરીએ છીએ. કારણ કે તે દિવસે બળદથી ખેડેલ ખેતરનું અનાજ ખવાય નહીં એવી માન્યતા છે. હવે સમજાયું એ માન્યતા પાછળનું કારણ ? આ બધાં પૌષ્ટિક ધાન્યની દિવસો વિતતાં અગત્યતા જ ભૂલી ગયાં.

આ ધાન્ય પાકોનાં બીજમાં ત્રણ ભાગ હોય છે.
(૧) સૌથી ઉપરનું પડ જેમાં ફાઇબર વધુ હોય છે તેમજ વિટામીન્સ અને મીનરલ્સ હોય છે.
(૨) વચલા ભાગને એન્ડોસ્પર્મ કહે છે તે બીજને ઊર્જા પુરી પાડે છે. તેમાં સ્ટાર્ચ વધુ હોય છે. પ્રોટિન, વિટામિન, ફાઇબર ખૂબ જ ઓછાં પ્રમાણમાં હોય છે તેથી ખાસ આપણાં ખોરાક તરીકે ઉપયોગિતા નથી.
(૩) ત્રીજો અને અગત્યનો અંદરનો ભાગ જર્મ કહે છે. તેમાંથી નવા અંકુર પેદા થાય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, સારું કોલેસ્ટ્રોલ વધારે છે.
આ ઉપરાંત આ ધાન્ય બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન-બી, તેમજ એન્ટીઓકસીડન્ટ હોય છે. આ તત્વો આપણાં શરીરમાં હ્રદયરોગ, ડાયાબિટીસ તેમજ આંતરડાંનાં કેન્સર થવાની શક્યતા ઘટાડે છે તેમજ શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત કરે છે. આ બધા ધાન્યમાં એક ગુણધર્મ સામાન્ય છે કે તે ગ્લુટેન ફ્રી છે. આપણે આજે પચવામાં ભારે ઘઉં જેવાં ગ્લુટેન યુક્ત ધાન્ય પાકો ખાઇને હ્રદયરોગ તેમજ ડાયાબિટીસ જેવા રોગો પાળવા માટે ફાંદ ( tummy, belly ) વધારી દીધી.

વિકરાળ રોગોએ ભરડો લીધો ત્યારે આપણને આ પાકો યાદ આવ્યા. આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ મિલેટ્સ પકવતો દેશ છે. કુલ ઉત્પાદનનાં ૨૦% આપણે ઉત્પાદન કરીએ છીએ તેમજ એશિયા ખંડનાં કુલ ઉત્પાદનનાં ૮૦% ઉત્પાદન આપણે કરીએ છીએ.
આપણાં દેશનાં ડૉ. ખદરવલી મિલેટ્સ મેન તરીકે ઓળખાય છે. તેઓએ આ ક્ષેત્રે સંશોધન કરી આજની આરામ પ્રિય જનતા માટે મિલેટ્સની ઉપયોગિતા બતાવી. ઇમ્યુનિટી વધારતાં આ મિલેટ્સથી શારિરીક તંદુરસ્તીના દ્વાર ખોલી દીધા.
*આમ, મિલેટ્સ વર્ષ નિમિત્તે આપણાં બધા માટે સોનેરી સુરજ ઉગ્યો છે. એમાંય જો પ્રાકૃતિક (organic) હોય તો તો સોનામાં સુગંધ ભળે. શહેરીજનો ખાઇને રોગ ભગાડશે અને ખેડૂતો ઉત્પાદન કરીને બે પૈસા કમાશે. કારણ કે દેશ વિદેશની માંગ વધતાં નિકાસ પણ વધશે એટલે દેશને પણ હુંડિયામણ (rate of exchange) મળશે. એટલે જ તો આપણાં વડાપ્રધાન મિલેટ્સની જાહેરાત કરવાની એકેય તક ચુકતા નથી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *