વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા જાગૃતિ રેલી કાઢવામાં આવી

રિપોર્ટ, મયુર પટેલ

મહુવા તાલુકાના વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મલેરીયા દિવસ ના દિવસે ભારત તેમજ ગુજરાત સરકારના મલેરીયા નાબૂદી કાર્યક્રમ-૨૦૩૦ અંતર્ગત પ્રા. આ. કેન્દ્ર વલવાડા ખાતે મલેરીયા રોગ જાગૃતિ રૂપે રેલીનું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશાબેનો હાજર રહ્યા હતા. ઉપરાંત ડો. હિમાંશુ બી. પટેલ મે.ઓ.વલવાડા દ્વારા મલેરીયા રોગ અને તેની ગંભીરતા વિષે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવાં આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *